બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / હરિયાણા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી બીજી યાદી, જાણો વિનેશ ફોગટની સામે કોણ મેદાને
Last Updated: 04:50 PM, 10 September 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ છે. બીજેપીએ પોતાની બીજી યાદીમાં પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી સહિત અનેક ધારાસભ્યોની ટિકિટ કાપી દીધી છે. આ પહેલા ભાજપે તેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
Haryana elections | BJP releases its second list of 21 candidates.
— ANI (@ANI) September 10, 2024
Pradeep Sangwan to contest from Baroda. pic.twitter.com/hisVZkD7Ix
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ બીજી યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ છે. બીજેપીએ બીજી યાદીમાં બે મંત્રીઓની ટિકિટ કપાઇ છે, જેમાં બડખાલના વર્તમાન ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી સીમા ત્રિખા અને બાવળથી જાહેર આરોગ્ય મંત્રી ડૉ. બનવારી લાલનું નામ સામેલ છે. બદખાલમાં ભાજપે સીમા ત્રિખાના સ્થાને ધનેશ અડલાખા પર દાવ લગાવ્યો છે અને બાવળમાં તેણે બનવારી લાલના સ્થાને ડૉ. કૃષ્ણ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા ભાજપે તેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
ભાજપે છ ધારાસભ્યોની ટિકિટ કાપી
ભાજપે તેની બીજી યાદીમાં છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, જેમાં નિર્મલ રાની, મોહન બડોલી, સત્ય પ્રકાશ, સીમા ત્રિખા, પ્રવીણ ડાગર અને જગદીશ નાયરના નામ સામેલ છે. ભાજપે ફરી એકવાર નારનૌલથી ઓમ પ્રકાશ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપે જુલાનાથી કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી મહિલા રેસલર વિનેશ ફોગટને ટિકિટ આપી છે.
આ પણ વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો
પાર્ટીએ ગણૌરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીને ટિકિટ આપી નથી, તેના બદલે દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપવામાં આવી છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બરૌલીને રાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, તેના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બિમલા ચૌધરીને પટૌડીના વર્તમાન ભાજપના ધારાસભ્ય સત્ય પ્રકાશની અવગણના કરીને ટિકિટ મળી છે. આ સિવાય બડખલથી ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની ટિકિટ કાપીને તેમના સ્થાને ધનેશ અધલખા બડખલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ હાથિન વિધાનસભામાં પ્રવીણ ડાગરની જગ્યાએ મનોજ રાવતને ટિકિટ આપવામાં આવી છે. હોડલ વિધાનસભામાં જગદીશ નાયરની જગ્યાએ હરિન્દર સિંહ રામરતન પર દાવ લગાવ્યો છે.
5 ઓક્ટોબરે મતદાન થશે
તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં 90 વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.