નિવેદન / દિપડી પકડાવા મામલે હર્ષદ રીબડીયાનુ નિવેદન: વનવિભાગ માત્ર એક દીપડી પકડીને સંતુષ્ટ માને છે

અમરેલીના કાગદડી ગામમાંથી વનવિભાગે દીપડીને પકડી પાડી છે. ત્યારે હવે આ મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પ્રતિક્રિયા આપી છે કે, વનવિભાગ માત્ર એક દીપડી પકડીને સંતુષ્ટ માની રહ્યુ છે. અમારા વિસ્તારમાં દીપડા હોવાની છેલ્લા 6 મહીનાથી અમે રજૂઆત કરીએ છીએ. દરેક ગામની સીમામાં બે-બે માનવ ભક્ષી દીપડા ફરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં 500 જેટલા દીપડા ખુલ્લેઆમ ફરે છે. અત્યાર સુધી માત્ર એક દીપડો પકડાયો છે. હજુ પણ ગામમાં અનેક દીપડાઓ ફરી રહ્યા છે. ગામમાં 144 લગાવાથી દીપડો પકડાશે નહી. વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે નહી પરંતુ ઠાર મારવા પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ