બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં... કુંભની રુપવતી' સાધ્વી હર્ષાએ કર્યું આ કામ, વીડિયો જોઈને જાણી જશો

ગ્લેમરસ સાધ્વી / VIDEO : 'હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં'... કુંભની રુપવતી' સાધ્વી હર્ષાએ કર્યું આ કામ, વીડિયો જોઈને જાણી જશો

Last Updated: 08:45 PM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકુંભમાં ચર્ચાના કેન્દ્રમાં આવેલી કહેવાતી સાધ્વી હર્ષા રિછારીયા હાઈપ્રોફાઈલ પાર્ટીમાં એક ખાસ કરતી તેનો ખુલાસો હવે થયો છે.

પ્રયાગરાજના મહાકુંભમાં જતાં જ ચર્ચાની એરણે ચઢેલી ભોપાલની કહેવાતી રુપ-રુપની અંબાર સાધ્વી હર્ષા રિછારીયાએ આખું ગામ માથે લીધું છે. સાધ્વી કુંભને સાઈડ લાઈનમાં ધકેલીને પહેલા નંબરે આવી ગઈ છે. સરવાળે, લોકો કુંભ કરતાં તો તેની વધારે ચર્ચા કરી રહ્યાં છે. ક્યારેક સાડીમાં સજ્જ થઈને કમર લચકાવતી તો ક્યારે રાણીની જેમ સિંહાસન પર બેઠેલી તો ક્યારે રેમ્પ પર મોડલની જેમ ચાલતી, હર્ષાના વીડિયો જોઈને ખબર પડી જાય તેવી છે. તેના વીડિયોએ સોશિયલ મીડિયામાં રીતસરની ચકચાર જગાવી છે. ઉત્તરાયણની વચ્ચે પણ સાધ્વીએ 'લોકમાં રસ' જાળવી રાખ્યો છે તેમ કહેવું ખોટું નથી.

હાઈ પ્રોફાઈલ ઈવેન્ટમાં એન્કરિંગ કરતી, વિદેશ પણ જતી

હર્ષા રિછરિયા ભોપાલની છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી તેણે 16 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે પ્રમોશનલ ઈવેન્ટ્સમાં કામ કરતી હતી. બાદમાં એન્કરિંગ શરૂ કર્યું. જ્યારે તેણીને ખ્યાતિ મળી, તેણીએ હાઇ પ્રોફાઇલ પાર્ટીઓ અને ઇવેન્ટ્સનું એન્કરિંગ કરવાનું શરૂ કર્યું. તે વિદેશોમાં આયોજિત એન્કર વેડિંગ ઈવેન્ટ્સમાં જાય છે.

30 વર્ષની છે હર્ષા

મહાકુંભ 2025માં પહોંચ્યા બાદ હર્ષા રિછારિયા ઇન્ટરનેટ સેન્સેશન બની છે. જોકે તે પોતાની જાતને હિંદુ સનાતની ગણાવી રહી છે અને ઉત્તરાખંડના મહામંડલેશ્વર કૈલાશાનંદગીરી જી મહારાજની શિષ્યા પણ છે.

ગ્લેમરથી ભરેલા છે વીડિયો

ખુદ હર્ષા કબૂલી ચૂકી છે તે સાધ્વી નથી પરંતુ ભગવાં કપડાં જોતા લોકોએ તેની સાધ્વી બનાવી દીધી છે. તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે. મહાકુંભનો ઈન્ટરવ્યુ વાયરલ થયો તે પહેલા ઈન્સ્ટાગ્રામ પર હર્ષના ફોલોઅર્સ સાત લાખથી વધીને 10 લાખ કરતાં વધુ થયાં છે, માત્ર બે-ત્રણ દિવસમાં જ તે લોકોના મનમાં વસી ગઈ.

<

ડિસેમ્બર 2024 સુધી લગ્નમાં એન્કરિંગ કરતી

હર્ષા હજુ હમણાં સુધી એટલે કે ડિસેમ્બર 2024માં લગ્નનું એન્કરિંગ કરતી હતી એટલે બે મહિનામાં તે કેવી રીતે સાધ્વી બની ગઈ તેવું પણ લોકોએ પૂછ્યું હતું.

શું બોલી હર્ષા રિછારીયા

હર્ષા રિછારીયાએ મહાકુંભ સમયે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે શાંતિ અને આત્માની શોધમાં આધ્યાત્મિકતાનો આ માર્ગ પકડ્યો છે. તે કહે છે કે, સાધ્વી બનવાનો તેનો ઉદ્દેશ્ય માત્ર આધ્યાત્મિક શાંતિ મેળવવાનો છે અને તે આ યાત્રાથી સંતુષ્ટ છે અને સારું અનુભવી રહી છે.

હર્ષાએ કર્યું શાહી સ્નાન

છેલ્લા અપડેટ પ્રમાણે, ઈન્ટરનેટ સેન્સેશન બનેલી સાધ્વી હર્ષાએ કુંભમાં શાહી સ્નાન કર્યું હતું. હર્ષા નિરંજન અખાડાના સંતો સાથે રથમાં સવાર સંગમ તટ પર પહોંચી હતી અને આસ્થાની ડૂબકી લગાવી હતી.

સનાતન ધર્મનું અપમાન ન ગણાય?

કુંભ જેવા મહા દિવ્ય અને આધ્યાત્મિક પ્રસંગમાં રાતોરાત સ્ટાર બનેલી સાધ્વીના વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી છે કે શું આ સનાતન ધર્મનું અપમાન નથી. સાધ્વી થવું તો કુદરતની દેન છે વીડિયો જોતા તેને સાધ્વી કરતાં મોડલ કહેવી વધારે યોગ્ય છે તેવી ટીપ્પણીઓ લોકોએ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Kumbh 2025 Kumbh Most beautiful Sadhvi harsha richhariya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ