બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 PM, 22 June 2024
સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજ્યો હતો, લોક દરબારમાં લોકોએ ગૃહ રાજ્યમંત્રીને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવી હતી. લોકોને સમસ્યાઓ સાંભળીને હર્ષ સંઘવીએ શહેરમાં ટ્રાફિકને લગતા નિયમોના પાલન અંગે લોકોને સમજણ આપી હતી.
ADVERTISEMENT
ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જવા તાકીદ કરી
ADVERTISEMENT
જ્યારે રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા રોંગ સાઈડ ચલાવનારા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ હોવાનુ જણાવી ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જવા તાકીદ કરી હતી. રોંગ સાઈડ વાહન ચલાવનારા લોકો સામે હવે દંડનીય કાર્યવાહી નહી પણ ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરાશે અને રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો પકડાય તો કોઈપણની ભલામણ નહી સ્વીકારવા પોલીસને સૂચના આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ. વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પકડ ત્યારે મને કોલ નહી કરવાનો.
વાંચવા જેવું: 'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે' ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીનો વીડિયો વાયરલ
'ટ્રાફિકની સમસ્યા દૂર કરવા...:
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અધિકારીઓ સહિત તમામ વહીવટી તંત્ર ટ્રાફિક કઈ રીતે ઓછું કરી શકાય તેને લઈ કામ કરી રહ્યું છે. જ્યાં સિગ્નલનો ઈશ્યુ હતો એ સોલ્વ કર્યો છે તો કેટલીક જગ્યાએ બમ્પ મુકેલા હતા એ હટાવ્યા છે તેમજ કેટલાક સર્કલ મોટા હતા તેનુ ડિમોલેશન હાથ ધરાયું છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.