બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harsh Sanghvi's big announcement to stop alcohol smuggling in Gujarat, CCTV cameras will be installed at all checkposts
Vishnu
Last Updated: 07:26 PM, 30 March 2022
ADVERTISEMENT
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. છતાંય બુટલેગરો અનેક નવા નવા કિમિયા કરી સાંઠગાંઠ કરી ગુજરાતની બોર્ડરમાંથી દારૂ ઘૂસાડી રહ્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની બોર્ડરમાં રાજસ્થાનથી અને દક્ષિણ ગુજરાતની બોર્ડરમાં વલસાડ અને તેના આસપાસના જિલ્લાથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે.
ગુજરાત બોર્ડરની તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરાથી સજ્જ થશે
ત્યારે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત કરી છે કે તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા લગાવશે જે ફેસ ડિટેક્શન સાથે આધુનિક કેમેરા હશે. શામળાજી સહીત આંતરરાજ્ય બોર્ડરો પર સીધી નજર રાખવામાં આવાશે તેઓ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દારૂની હેરાફેરી અટકાવવા માટે ત્રીજી આંખનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હવે ચેકપોસ્ટ પર ફરજિયાત ફેસ ડિટેક્શન વાળા CCTVના પહેરાથી મહદઅંશે દારૂની ઘૂસણખોરીના કિમિયા કરતાં કાવતરા ખોરોની કમર તૂટશે.
ADVERTISEMENT
આજે રજૂ થયું છે જાહેર સલામતી (પગલા) અમલીકરણ વિધેયક
ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ વિધેયક રજૂ કરાયું છે. આ બિલ રજૂ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 30 દિવસ સુધી CCTV ફૂટેજ સાચવી રાખવા પડશે. બાગ-બગીચા અને જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે. આ વિધેયક અંતર્ગત પબ્લીક સેફ્ટી સમિતિ બનાવવામાં આવશે. આ ઉપરાંત પબ્લીક સેફ્ટી સબ કમિટી બનાવી શકાય છે. આ કમિટી દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા લગાવનાર સંસ્થાઓને નોટીસ આપી ખુલાસો માંગી શકાશે.
કમિટીની ભલામણનો અમલ ન કરનારને 10 હજારનો દંડઃ હર્ષ સંઘવી
પબ્લીક સેફ્ટી કમિટીએ કરેલી ભલામણનો નિયત સમય મર્યાદામાં અમલ કરવાનો રહેશે. અમલ ન કરે તો રૂપિયા 10 હજારના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના જાહેર સ્થળ પર લાગેલા ખાનગી સીસીટીવીનું એક્સેસ પોલીસને મળી રહે તે માટેનું બિલ છે. જાહેર સ્થળો પર લાગેલા ખાનગી માલિકના સીસીટીવીનું રેકોર્ડીંગ ફરજીયાત પોલીસ તંત્રને આપવું પડશે છે. જ્યાં 200 કરતા વધુ લોકોની અવર જવર થતી જગ્યાના એક્સેસ લેવાશે. ખાનગી સંસ્થાઓએ સીસીટીવી ફૂટેજ 30 દિવસ સાચવી રાખવા પડશે.
આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા નેટવર્ક વધારવામાં આવશેઃ હર્ષ સંઘવી
રાજ્યમાં આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા નેટવર્ક વધારવામાં આવશે. સરકાર આગામી દિવસોમાં જાહેરમાં સીસીટીવી લગાવશે. બાગ-બગીચા સહિતની જગ્યાએ પણ સીસીટીવી કેમેરા લગાવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.