Harsh Sanghvi's action plan is ready to deal with usurers along with the diary holders, this special appeal was made to the people, now this has happened.
સરાહનીય /
વ્યાજખોરો સાથે ડાયરીવાળાને લઈને પણ હર્ષ સંઘવીનો એક્શન પ્લાન તૈયાર, લોકોને કરી આ ખાસ અપીલ, હવે આવી બન્યું
Team VTV06:37 PM, 20 Feb 23
| Updated: 06:43 PM, 20 Feb 23
વડોદરામાં આજે હર્ષ સંઘવીનાં અધ્યક્ષ સ્થાને લાભાર્થી લોન લેટર એનાયત કરવાનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લાભાર્થીઓને લેટર અપાયા હતા.
વડોદરા માં લાભાર્થી લોન લેટર એનાયત કરવા નો કાર્યક્રમ
પોલીસે લોન મેળા દ્વારા જરિયાતમંદ લોકોને આપવી છે લોન
સુરતમાં વ્યાજખોર નો ભોગ બનેલા પરિવાર ને 24 કલાક ઘર પરત અપાવ્યું છેઃ સંઘવી
પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકમાંથી લોકોને છોડાવવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરોનીં ચૂંગાલમાં ફસાયેલા લોકોને તેમની ચૂંગાલમાંથી બહાર કાઢવા માટે પોલીસ દ્વારા જરૂરીયામંદ લોકોને બેંકમાંથી લોન અપાવી છે. ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટમાં પણ પોલીસ દ્વારા મેળાનું આયોજન કરી બેંકમાંથી લોકોને લોન અપાવી છે. ત્યારે આજે વડોદરામાં લોન લેનાર લાભાર્થીઓને બેંક-લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હસ્તે લોકોને ચેકનું વિતરણ કરાયું હતું.
હર્ષ સંઘવીએ લોકો સાથે ચર્ચા કરી
બેંક-લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
વડોદરામાં વ્યાજખોરીના દૂષણ વિરૂદ્ધની ઝુંબેશ અંતર્ગત બેંક-લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ આજે રોજ યોજાયો હતો. જેમાં પોલીસે લોન મેળા દ્વારા જરૂરિયામંદ લોકોને લોન અપાવી છે. ત્યારે લોન લાભાર્થીઓને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લેટર અપાયા છે. આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરા કોરા ચેક અને કોરા સ્ટેમ્પ પર સહીઓ લઈ લે છે. આવું ચલાવનાર લોકોને ઠેકાણે પાડી દેવાનાં છે. ગરીબ માણસને પોલીસ કમિશ્નર મળી શકે તે વિચાવરા જેવી બાબત હતી. ડાયરીવાળાની માહિતી પોલીસને આપજો. પોલીસ કાર્યવાહિ ન કરે તો ગાંધીનગર મને જાણ કરજો. વધુમાં વર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં વ્યાજખોરનો ભોગ બનેલા પરિવારને 24 કલાકમાં ઘર પરત અપાવ્યું છે. આજે લાગી રહ્યું છે કે બહુ મોટી સફળતા મળી છે. કોઈકના જીવનમાં બદલાવ લાવ્યા છીએ.
વ્યાજખોરોએ ગુજરાત બહાર ભાગી જવા સિવાય કોઈ રસ્તો નથીઃહર્ષ સંઘવી
રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે વ્યાજખોરો કે વ્યાજનું રેકેટ ચલાવનારે ગુજરાત છોડવું પડશે. વ્યાજખોરોને ગુજરાત બહાર ભાગી જવા સિવાય હવે કોઈ રસ્તો નથી. વ્યાજનું દૂષણ ગુજરાતમાં નહી ચલાવી લેવાય. અવિરત અભિયાન ચલાવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
MAY WE HELP YOU નામની યોજના થશે શરૂ કરી હતી
અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવા માટે 'MAY WE HELP YOU' નામથી એક પ્રોગ્રામ લૉન્ચ કરી છે. AMC, બેંક અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, ઝોન અધિકારીઓ, બેંકના કર્મચારીઓ જ્યાં સ્ટ્રીટ વેન્ડરના ધંધા-રોજગાર છે અથવા તેઓ જ્યાં રહે છે ત્યાં જઈને કેમ્પ કરીને તેમની લોનની વિગતો સમજાવશે. સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું
થોડા સમય પહેલા સુરત ખાતે પણ પોલીસ દ્વારા પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા.