બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસમાં ડ્રગ્સનું દૂષણ અટકાવવા અભિયાન શરૂ, હર્ષ સંઘવીએ કરી અપીલ
Last Updated: 10:58 PM, 24 June 2024
આ સ્થિતિ રાજ્યમાં ડ્રગ્સ પકડવાની હતી પરંતુ ગુજરાત પોલીસ જે સંકલ્પ લઈ રહી છે..જેના થી ગુજરાતમાં ડ્રગ્સ નું પ્રમાણ ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..કારણકે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસે એ ડ્રગ્સ નું દૂષણ ખતમ કરવા માટે એન્ટી ડ્રગ્સ કેમ્પીયન શરૂ કર્યું છે..જેમાં એડી.જીપી કક્ષા ના અધિકારી ગુજરાતના ગામોને દત્તક લઈ ને ડ્રગ્સ ને નાબૂદ કરવા માટે નું ઝુંબેશ શરૂ કરાયું છે..જેમાં એડી.જીપી સહિત સ્થાનિક એસ.પી અને પોલીસ અધિકારીઓ અભિયાનમાં જોડાશે..જેમાં ખાસ કરીને તેઓ સ્કૂલ ,કોલેજ ના વિદ્યાર્થી ઓને ડ્રગ્સ ને લઈ ને જાગૃત કરવા નાં પ્રયાસ કરશે.
ADVERTISEMENT
ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી
ADVERTISEMENT
ગુજરાતમાં ડ્રગ્સ ના દૂષણ માં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનાર આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે. જેથી ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહિ અટકે તો દરેકનાં ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે.ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસનાં ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જેવી રીતે વિશ્વના વિદેશના કેટલા દેશોએ ડ્રગ્સ સામે લડાઇ છોડીને શરણાગતિ સ્વીકારી છે. તેવી સ્થિતિ ગુજરાતનીના બને જે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે. અને ગુજરાતના તમામ સાધુ , સંતો, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને રાજકીય નેતા તેમજ કાર્યકર્તાને આ જંગમાં જોડાવાની અપીલ કરી છે. જેમાં મહત્વનો ભાગ ભજવતી મીડિયા હાઉસને પણ આ જંગમાં જોડાવા અપીલ કરી છે.
ડ્રગ્સની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ
ગુજરાતમાં ડ્રગ્સ ની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગ્સ માફિયા સૌથી વધુ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ડ્રગ્સનાં કેસ નોંધાયા છે. અને ડ્રગ્સ પેડલરોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સના નાના થી મોટા કેસો કરવા માટે પોલીસને સૂચના આપી છે. એટલું જ નહિ પોલીસનું પ્રોત્સાહન વધારવા રિવોર્ડ પોલીસી જાહેરાત કરી છે. ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેણે ડ્રગ્સને નાબૂદ કરવા માટે પોલીસને પોતાની ફરજ માટે રિવોર્ડ આપી રહી છે. અત્યાર સુધીમાં 105 પોલીસ કર્મચારી અને અધિકારીઓને 16 લાખથી પણ વધુના રિવોર્ડ આપ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વિપક્ષ પણ ઉડતા ગુજરાતનું આક્ષેપ કરી રહ્યું હતુ. પરંતુ ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સનાં દૂષણને રાજકીય મુદ્દો ન બનવીને સૌ એક સંપ થઈ લડવું જરૂરી બન્યું છે.
આરોગ્ય વિભાગ સાથે મળી નવા રીહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે. પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવીને તેને સારવાર અપાવવી શકે તેવા રિહેબ સેન્ટર નથી. જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રીહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે. ત્યારે આવનાર દિવસમાં ડ્રગ્સનું દૂષણ કેટલું દૂર થાય છે. અને આ દૂષણ અટકાવવામાં પોલીસને કેટલી સફળતા મળે છે કે નહીં. તે મોટો સવાલ છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.