મોડી રાત સુધી ફોન યુઝ કરવાથી આંખોની સાથે જ બ્રેઈન પર પણ અસર પડે છે. તેની ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. જાણો તેના ગંભીર નુકસાન
મોડી રાત સુધી ફોન યુઝ કરતા હોવ તો વાંચી લેજો
હેલ્થ પર થાય છે આવી અસર
સ્ટ્રેસ અને થાક વધવાનું કારણ છે મોબાઈલ
જો તમને પણ મોડી રાત સુધી ફોન યુઝ કરવાની આદત છે તો તેને તરત બદલી નાખો. રાત્રે લાંબા સમય સુધી ફોન યુઝ કરવાની આદત તમને બીમાર કરી શકે છે. આ આંખની સાથે જ મેન્ટલ હેલ્થને પણ નુકસાન કરી શકે છે. જાણો રાત્રે સુતી વખતે મોબાઈલ ફોન યુઝ કરવાના ગંભીર નુકસાન વિશે.
સ્ટ્રેસ અને થાક વધવાનું કારણ
મોડી રાત સુધી મોબાઈલ યુઝ કરવાના કારમે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી થાક અને સ્ટ્રેસ વધવા લાગે છે. રાત્રે લાંબી સમય સુધી મોબાઈલ યુધ કરવાથી મેલાટોનિન નામનું હોર્મોનનું લેવલ ઓછુ થાય છે. આ કારણેથી સ્ટ્રેસ લેવલ વધી જાય છે અને તમે થાક મહેસુસ કરવા લાગો છો.
કાર્ડ સર્કલની સમસ્યા
મોડી રાતર સુધી ફોન યુઝ કરવાની અસર ત્વચા પર પણ પડે છે. જો તમે મોડી રાત સુધી ફોન યુઝ કરો છો. તો તેનાથી તમારી આંખોની નીચે ડાર્ડ સર્કલની સમસ્યા વધી શકે છે. મોબાઈલ યુઝ કરવાથી આંખો પર સ્ટ્રેસ પડે છે.
બ્રેઈન હેલ્થ માટે
મોડી રાત સુધી ફોન યુઝ કરવાની અસર આપણા દિમાગ પર પણ પડે છે. લાંબા સમય સુધી ફોન યુઝ કરવાથી મેમરી ઓછી થઈ શકે છે. તેના કારણે ઘણા પ્રકારની સમસ્યાનો ખતરો વધી શકે છે કારણ તે આ આદત બ્રેઈનને કમજોર કરે છે.
ઉંઘ ન આવવાની સમસ્યા
મોડી રાત સુધી ફોન યુઝ કરવાથી તમને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. રાત્રે સુતા પહેલા મોબાઈલ યુઝ કરવાથી મેલોટોનિન હોર્મોનનું લેવલ ઓછુ થઈ જાય છે. તેનાથી ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે.
આંખો સાથે જોડાયેલી સમસ્યા
વધુ સમય અથવા મોડી રાત સુધી ફોન યુઝ કરવાથી આંખ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી રેટિના પર અસર પડે છે અને આંખોની રોશની કમજોર થાય છે. મોડી રાત સુધી મોબાઈલ યુઝ કરવાથી ગ્લુકોમાનો ખતરો વધે છે.