ભૂલથી પણ ના કરો મધનું આ રીતે સેવન નહીં તો...

By : krupamehta 11:32 AM, 16 May 2018 | Updated : 11:34 AM, 16 May 2018
મધનો ઉપયોગ દરેકના ઘરમાં થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર મધ અનેક બિમારીઓ દૂર કરે છે. તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે ન થાય તો તે સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે. ઘણી વસ્તુઓ સાથે તેનો ઉપયોગ કરવો નહીં. તો જોઇએ કેવી રીતે તે તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે.

મુળો
ભૂલથી પણ મુળા સાથે મધનો ઉપયોગ ન કરવો. તેમાંથી બૉડીમાં ટૉક્સિન્સ બને છે અને ઘણી હેલ્થની સમસ્યા થાય છે. મુળાનું સેવન કર્યાના એક કલાક બાદ મધનો ઉપયોગ કરો.ગરમ પાણી
વારંવાર લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં મધ ભેળવીને પીવે છે જે ખોટું છે. વધુ ગરમ પાણીમાં મધ મેળવીને પીવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. તેથી પ્રમાણસર રીતે પાણીમાં મધ સાથે મેળવીને પીઓ.
 
ચા અથવા કોફી

ચા અથવા કૉફી સાથે મધનું સેવન ના કરો. આને કારણે શરીરનું તાપમાન વધે છે, જેનાથી ગભરાહટ અને સ્ટ્રેસ વધે છે.ગરમ વસ્તુઓ સાથે
મધનું સેવન ગરમ વસ્તુઓ સાથે કરવાથી તે ઝેર બની જાય છે. જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.Recent Story

Popular Story