બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / haridwar yoga guru baba ramdev said no one is infected with corona patanjali

ખુલાસો / યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું, પતંજલિમાં કોઈ પણ કોરોનાગ્રસ્ત નથી, જે પોઝિટિવ છે તે...

Dharmishtha

Last Updated: 08:02 AM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા રામદેવે પતંજલી યોગપીઠમાં મુખ્ય પરિસરની અંદર કોરોના વાયરસ મામલાની જાણકારીને ખોટી ગણાવી છે.

  • પતંજલિમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત નથી
  • 14 મુલાકાતીઓ પોઝિટિવ જોવા મળ્યા
  • હરિદ્વારમાં મળ્યા 1115 નવા કેસ

14 મુલાકાતીઓ પોઝિટિવ જોવા મળ્યા

યોગ ગુરુ બાબા રામદેવે પતંજલી યોગપીઠમાં મુખ્ય પરિસરની અંદર કોરોના વાયરસ મામલાની જાણકારીને ખોટી ગણાવી છે.  રામદેવે કહ્યુ કે આઈપીડીમાં આવેલા નવા દર્દી અને આચાર્યકુલમમાં આવેલા નવા વિદ્યાર્થીઓનું પ્રોટોકોલ અનુસાર કોવિડ 19 માટે પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 14 મુલાકાતિઓ પોઝિટિવ જોવા મળ્યા. તેમણે કહ્યુ કે આ દર્દીઓને મુખ્ય પરિસરની અંદર જવાની પરવાનગી નહોંતી.  આ લોકોએ મુખ્ય કેમ્પર્સની બહાર રોકી દેવામાં આવ્યા  હતા અને તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

 પતંજલિમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત નથી

રામદેવે ટ્વીટ કરી કહ્યુ કે પતંજલિમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત નથી. જે નવા દર્દી આઈપીડીમાં આવ્યા અને નવા વિદ્યાર્થીઓ આચાર્યકુલમમાં  પ્રવેશ માટે આવ્યા હતા. અમે તેમને સીઓવીઆઈડી પ્રોટોકોલના એસઓપી અંતર્ગત પરિક્ષણ કરાવ્યુ. ફક્ત 14 મુલાકાતીઓ પોઝિટિવ આવ્યા હતા અને તેમને અંદર આવવાની પરવાનગી નહોંતી. આ ઉપરાંત તમામ રિપોર્ટ અફવાહ અને જૂઠ હતા. હું નિયમિત રુપે રોજના સવારે 5થી 10 વાગ્યા સુધી યોગ અને સ્વાસ્થ્યના લાઈવ કાર્યક્રમ કરી રહ્યો છુ.

હરિદ્વારમાં મળ્યા 1115 નવા કેસ

ઉલ્લેખનીય છે કે શુક્રવારે દહેરાદૂનમાં જ  1605 કોરોનાના નવા દર્દી મળ્યા. જ્યારે હરિદ્વારમાં 1115 કેસ મળ્યા છે.  આજના દિવસે હરિદ્વાર પતંજલિ યોગપીઠમાં 83 લોકોના કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા ગતા. આ તમામ સંક્રમિતોના આઈસોલેટ કરી દેવામાં  આવ્યા છે. આ દરમિયાન કહેવાઈ રહ્યુ છે કે રામદેવનો પણ કોરોના ટેસ્ટ થઈ શકે છે. પતંજલિ યોગપીઠમાં હાજર બાકીના લોકોનો પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Baba Ramdev Haridwar Patanjali કોરોના વાયરસ બાબા રામદેવ Patanjali
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ