હાર્દિક પટેલે પરેશ ધાનાણી સાથે કરી મુલાકાત, અનામત મુદ્દે થઈ ચર્ચા

By : vishal 03:55 PM, 05 December 2018 | Updated : 03:59 PM, 05 December 2018
અનામતની માગને લઈ હાર્દિક પટેલ અને પાસ ટીમે પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી છે. જ્યા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે, સરકાર પાસે અપેક્ષા નથી એટલે હવે વિપક્ષનો સહારો લીધો છે. મહારાષ્ટ્ર સરકારે જે રીતે મરાઠાઓને અનામત આપી છે. તે રીતે ગુજરાત સરકાર પણ સર્વે કરાવી ને અનામત આપે.

અમે કોઈનો હક્ક છીનવવા માગતા નથી અમને અમારો હકક મળે. આ લડાઈ અમારા અંગત સ્વાર્થ માટે નથી સમાજના તમામ લોકોને તેમનો હકક મળવો જોઈએ તે અમારી રજૂઆત છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ અમારી તમામ વાત સાંભળી છે અને અનામત અંગે સંપુર્ણ સહકાર આપવા જણાવ્યું છે.

તો આ તરફ વિપક્ષના નેતા પરેશધાનાણાનીએ જણાવ્યું કે, અમે અગાઉ પણ રજૂઆત કરી હતી અને 20 ટકા અનામત મળે તે અંગેનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. ત્યારે ફરી એક વખત આજની મુલાકાત બાદ તેઓ વિધાનસભા સત્રમાં અનામત બિલ અંગે ફરી એક વખત રજૂઆત કરશે અને બંધારણીય રીતે અનામત આપવામાં આવે તે દિશામાં કોંગ્રેસ હવે લડત ચલાવશે.

અનામતની વાત સાથે પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ સાથે રોજગારીમાં પણ સુધારા થાય તે ખુબ જરૂરી છે. અનામત અંગે અગાઉ રજૂ કરેલા પ્રસ્તાવમાં જો કાઈ સુધારા વધારા હશે તો તે સુધારા કરી ફરી એક વખત વિધાનસભામાં નવો પ્રસ્તાવ રજૂ કરીશું અને હાર્દિક પટેલને તેમની દિશામાં સમર્થન આપીશું.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story