બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hardik patel statement after join in BJP gujarati news

રાજનીતિ / ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો : ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ

Dhruv

Last Updated: 01:43 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિકે ભાજપમાં જોડાય બાદ કહ્યું કે, 'હું ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો, બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો.'

  • કેસરિયો ધારણ કર્યા બાદ હાર્દિક પટેલનું મોટું નિવેદન 
  • ઘરવાપસી નથી કરી રહ્યો, હું તો ઘરમાં જ હતો : હાર્દિક
  • બસ પપ્પા પાસે ચોકલેટ માંગીએ તેમ હું ઝઘડ્યો હતો: હાર્દિક

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હાર્દિક પટેલે જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'હું આજે ભાજપમાં જોડાયો છું ત્યારે 2015માં સમાજના હિતની ભાવના સાથે કામની શરૂઆત કરીશ. જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય ત્યારે રાજા જ નહીં સૈનિકની પણ જરૂર છે, એટલે હું આજે એક સૈનિકની ભૂમિકામાં જોડાઉ છું ત્યારે હું રાષ્ટ્રના હિત માટે ભાજપમાં જોડાયો છું. ગુજરાતના અસંખ્ય લોકો રાષ્ટ્રહિત માટે કામ કરવા તત્પર છે. મે અનેક વાર કોંગ્રેસમાં જનહિત માટે ચર્ચા કરી છે પરંતુ કોંગ્રેસે કોઈ જ કાર્ય કર્યું નથી. હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, રાજ્યમાં એક નાના કાર્યકરના રૂપમાં કામ કરીશ.'

આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું પણ આંદોલન પૂર્ણ પણ સરકારે જ કર્યું : હાર્દિક પટેલ

આગામી 2 મહિનામાં શહીદ પાટીદાર યુવા નેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને માંગણી છે તે પૂરી કરીશું

હાર્દિકે કહ્યું કે, 'ભાજપે જે ગુજરાત માટે, જનતા માટે અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો તેમાં સહયોગ આપવા તત્પર છે.'

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં અકળાયાં હાર્દિક પટેલ

કોંગ્રેસે રામશીલા મામલે પણ અભદ્ર ટિપ્પણી કરી છે: હાર્દિક

વધુમાં કહ્યું કે, 'મે ભગવાન રામના મંદિર માટે સહયોગ કરવાની પણ કોંગ્રેસને વાત કરી હતી. પરંતુ કોંગ્રેસે તેમાં પણ સહયોગ ન કર્યો. કોંગ્રેસે રામશીલા મામલે અભદ્ર ટિપ્પણી કરી છે. કોંગ્રેસે જનતાની સાથે ઊભું રહેવાનું એક પણ કામ નથી કર્યું.'

સંકળાયેલા મુદ્દાઓ

CR patil Gujarat congress bjp gujarat hardik patel hardik press conference હાર્દિક પટેલ Hardik Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ