બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / HARDIK PATEL reacts on cm bhupendra patel and cr patil not coming to viramgam

નિવેદન / ન આવ્યા તો કંઈ નહીં, CM-CR આવે છે એવી હવાને કારણે વિરમગામના રોડ તો સારા થઈ ગયા : હાર્દિક પટેલ

Parth

Last Updated: 01:34 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામમાં પિતાની પુણ્યતિથિમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ન પહોંચતા હાર્દિક પટેલે જુઓ શું આપ્યો જવાબ

  • વિરમગામમાં હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ 
  • કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા 
  • કોંગ્રેસ નેતાઓએ એકસૂરે હાર્દિક નારાજ નથી એમ કહ્યું 
  • હાર્દિક પટેલ CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પર કર્યો કટાક્ષ 

ગુજરાતના રાજકારણમાં ગુરુવારે વિરમગામ ખૂબ ચર્ચામાં રહ્યું અને સૌ કોઇની નજર ત્યાં આવતા નેતાઓ પર હતી. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથી હોવાથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ થોડા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને એવામાં ભાજપના પણ દિગ્ગજ નેતાઑ વિરમગામ આવી રહ્યા છે તેવી તેવી અટકળોના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ હતી, જોકે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ન આવતા હાર્દિક પટેલે કટાક્ષ કર્યો છે. 

CM-CR ન આવે તો મને શું દુ:ખ પડવાનું છે?: હાર્દિક પટેલ
હાર્દિક પટેલને ભાજપના નેતાઓ વિશે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે મતભેદ એકબાજુ હોય છે પણ સુખ-દુ:ખના પ્રસંગમાં સામેલ થવું એ તદ્દન જુદી બાબત છે. CR પાટીલ કે CM ન આવ્યા તેનાથી મને શું દુ:ખ થઈ જવાનું છે. CM આવી રહ્યા છે તેવી હવા હોવાથી એક વસ્તુ તો સારી થઈ ગઈ કે વિરમગામમાં રાતોરાત રસ્તા સારા થઈ ગયા. 

ઘીના ઠામમાં ઘી પડ્યું?
હાર્દિક પટેલના નિવેદનથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હાર્દિક પટેલને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે મને કોઈ નારાજગી હશે તો એ હું ઉકેલી લઇશ, અમારે તો ગુજરાતના ભવિષ્ય માટે કામ કરવાનું છે. પત્રકારોને હળવા અંદાજમાં હાર્દિકે કહ્યું કે આજે તો હું માની ગયો એવું જ માની લો અને જો નારાજગી હશે તો દૂર થઈ જશે. ચલો CM નહીં આવ્યા તો પણ ફાયદો થયો છે. 

મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.- હાર્દિક પટેલ 
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપના કરાઈ છે કે, મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.મારાથી મોટો કોઈ હિન્દુ ન હોય અને મારે એ બાબતની સાબિત કરવાની જરૂર નથી. અમે વર્ષોથી ભગવાના રામ ધુન હોય હનુમાનજીની ધુન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય અમે સતત ધાર્મિક પ્રકિયા સાથે અમારો પરિવાર અમારો સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ