Hardik Patel reaction on Lok Sabha Election Result 2019
ચૂંટણી /
દેશમાં ભાજપનો ભગવો લહેરાતા હાર્દિક પટેલની આવી સૌ પ્રથમ પ્રતિક્રિયા
Team VTV01:09 PM, 23 May 19
| Updated: 01:11 PM, 23 May 19
લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આજે પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. એટલે કે મતગણતરી શરૂ છે. ત્યારે આ મતગણતરીમાં દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે. તમામ ચાહકવર્ગ પૂરા જોશથી ભાજપની જીતનો જશ્ન મનાવી રહેલ છે. ત્યારે હાર્દિક પટેલે ટ્વિટ કરીને પોતની પ્રતિક્રિયા આપી છે.
લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આજે પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. એટલે કે મતગણતરી શરૂ છે. ત્યારે આ મતગણતરીમાં દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે. જેમાં લોકસભાની કુલ 542 સીટોમાંથી 1:00 વાગ્યા સુધીની જો વાત કરીએ તો NDAને 341 સીટો, UPAને 90 સીટો અને અન્યને 111 સીટો મળી છે.
ત્યારે તેને લઇને હાલમાં સમગ્ર દેશમાં બીજેપી નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય તમામ ચાહકવર્ગ પૂરા જોશથી ભાજપની જીતનો જશ્ન મનાવી રહેલ છે. ભાજપની અલગ-અલગ ઓફિસો પર કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને ઠેર-ઠેર તેની ઉજવણી કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે તમને જણાવી દઇએ કે હજી તો મતગણતરીનાં આંકડાઓ સામે આવ્યાં છે પરિણામ તો હજી બાકી જ છે તેમ છતાં એક પછી એક વિપક્ષનાં નેતાઓની પ્રતિક્રિયાઓ શરૂ થવા લાગી છે.
कांग्रेस नहीं...
बेरोज़गारी हारी हैं, शिक्षा हारी हैं, किसान हारा हैं, महिला का सम्मान हारा हैं, आम जनता से जुड़ा हर मुद्दा हारा हैं, एक उम्मीद हारी हैं, सच कहे तो हिंदुस्तान की जनता हारी हैं।कांग्रेस के सभी कार्यकर्ता की लड़ाई को सलाम करता हूँ।लड़ेंगे और जीतेंगे।जय हिंद
ત્યારે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક કહેવાતા એવાં હાર્દિક પટેલે ભાજપની જોવા મળતી સ્પષ્ટ બહુમતિને લઇને પોતે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'આ કોંગ્રેસની હાર નથી. પરંતુ બેરોજગારી, ખેડૂતો અને શિક્ષણની આ હાર છે. હિંદુસ્તાનની જનતાની આ હાર છે. જો કે હું કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓની લડાઇને સલામ કરું છું. લડેંગે ઔર જીતેંગે. જય હિંદ.'