બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Hardik Patel Movement warning for crop insurance to cm Rupani At Rajkot cyclone maha

વિરોધ / હાર્દિક ફરી જાગ્યો! પાક વીમા મુદ્દે પાંચ દિવસમાં નિરાકરણ ન આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

Last Updated: 12:54 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક વીમા મુદ્દે હાર્દિક પટેલે સરકારને આંદોલનની ચિમકી આપી દીધી છે. હાર્દિકે રૂપાણી સરકારને આડે હાથ લેતા ખેડૂતોને પાક વીમાની નીશ્ચીત રકમ અને તેમને સહાય નહીં કરે તો પાટીદાર આંદોલન કરતા પણ મોટુ આંદલન કરવાની જાહેરાત કરી છે. રાજકોટથી આખા ગુજરાતના ખેડૂતોનો સાથ માંગી સરકારને ઘેરવા માટે હાર્દિક તૈયારી કરી લીધી છે.

  • 5 દિવસમાં નિરાકરણ લાવવાની માંગ
  • હાર્દિકે આંદોલનની આપી ચીમકી
  • CM રૂપાણી ઉપર આકરા પ્રહાર

રાજ્યમાં કમોસમી વરસાદ અને ચક્રવાત ક્યાર તેમજ ચક્રવાત મહાને પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા પાક વીમાની જાહેરાત કરાઈ છે. પાકને નુકસાન થતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ખેડૂતોની તરફેણમાં સરકાર સામે આંદોલનની ચિમકી આપી છે. 

પાંચ દિવસમાં સરકાર લાવે નિરાકરણ
રાજકોટથી હાર્દિક પટેલ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતુ કે, અમે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.જો સરકાર આગામી પાંચદિવસમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી લાવે તો આંદોલન કરીશું.

2015થી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશુ
કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે.. ખેડૂતોના પ્રશ્નોનું પાંચ દિવસમાં નિરાકરણ નહી આવે તો 2015માં થયેલા આંદોલન કરતા પણ મોટા આંદોલનની હાર્દિકે ચીમકી ઉચ્ચારી છે.

CM રૂપાણીને લીધા આડે હાથ
આ દરિયાન હાર્દિકે સીએમ રૂપાણી પર પણ પ્રહાર કર્યા હતા.. સીએમ રૂપાણી પર પ્રહાર કરતા હાર્દિકે જણાવ્યુ કે, મુખ્યમંત્રીને ખેડૂતો પ્રત્યે કોઈ પણ લાગણી નથી. જો ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રીનેલાગણી હોત તો અત્યાર સુધી તેમના પ્રશ્નોનું નિરાકણ આવી ગયુ હોત.
 

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani crop insurance cyclone Maha farmar hardik patel આંદોલન ખેડૂતો ચક્રવાત મહા પાક વીમો સીએમ રૂપાણી હાર્દિક પટેલ Crop insurance
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ