બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / HARDIK PATEL JOINS BJP IN GANDHINAGAR, CR PATIL WELCOMES HIM

BIG BREAKING / હાર્દિક પટેલે કર્યા કેસરિયા, C R પાટીલે ભાજપનો ખેસ પહેરાવ્યો તો નીતિન પટેલે ટોપી

ParthB

Last Updated: 12:50 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

  • હાર્દિક પટેલની આજે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી
  • C.R. પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો ખેસ
  • રાષ્ટ્ર સેવામાં નાનો સિપાહી બનીને કામ કરીશ : હાર્દિક

ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો છે. હાર્દિક પટેલ આજે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી મારી હતી. આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તે  પહેલા  ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતાં. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અંતે હાર્દિક આજે ભાજપમાં કેસરિયા કરશે. ત્યારે એ પહેલાં હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.'

ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિક પટેલે પોતાના ઘરે કર્યા માઁ દુર્ગાના પૂજા પાઠ

આજથી જનસેવાના કાર્યમાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું: હાર્દિક

એ સિવાય હાલમાં હાર્દિકે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'જનસેવાના કાર્યમાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. હું મારા નિવાસ સ્થાન પર માઁ દુર્ગાના પાઠ અને પૂજા કરી રહ્યો છું.'

રામસેતુની ખિસકોલી બનીને સાથ આપીશ

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પણ હાર્દિકે ફેસબુક પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, 'ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મક્કમ ગૃહમંત્રી તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બની સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ તારીખ 2/6/2022 ના રોજ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા.' બીજી બાજુ અમદાવાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર નેતા તરીકે ગણાવવામાં આવેલ છે

એક મહિનાથી અનેક વખત આપ્યા હતા સંકેત
મહત્વનું છે કે, જે વ્યક્તિએ સત્તાધારી પક્ષ સામે હંમેશા માછલા ધોવાનું કામ કર્યું હોય, જે વ્યક્તિએ અનામત માટે સત્તાધારી પક્ષ સામે જ મહાઆંદોલન કર્યું હોય અને પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા બાદ તે વ્યક્તિ અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે અને ત્યારબાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કરતો હોવાથી તેના આગામીનિર્ણયના સંકેત સ્પષ્ટ થઈ જાય છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી હતી. હવે હાર્દિક આજે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, હાર્દિકના પક્ષપલટાથી ભાજપને કેટલો ફાયદો થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

CR patil gandhinagar hardik patel joins BJP ગાંઘીનગર ભાજપમાં જોડાયા સીઆર પાટીલ હાર્દિક પટેલ Hardik Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ