પાલનપુર: પાટીદારોએ નીકાળી સદભાવના યાત્રા, હાર્દિક-લાલજી પટેલ જોડાયા

By : juhiparikh 12:21 PM, 07 October 2018 | Updated : 12:21 PM, 07 October 2018
ખેડૂતોના દેવા માફી, અનામતનો લાભ અને અલ્પેશ કથેરિયાની જેલ મુક્તિ જેવા મુદ્દાઓ સાથે પાલનપુરથી પાટીદારોની સદભાવના યાત્રા યોજાઇ રહી છે.. પાલનપુરથી નીકળી યાત્રા ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોચશે. આ સદભાવના યાત્રામાં PAAS કન્વીનર હાર્દિક પટેલ અને SPG અધ્યક્ષ લાલજી પટેલ પાલનપુરમાં આવી પહોંચ્યા હતા.પાટીદારોને અનામત મળે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું, અમારી માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પાટીદારો રસ્તા પર નીકળશે.તેમજ અછતગ્રસ્ત વિસ્તારોમાં સરકાર સહાય આપવામાં નિષ્ફળ નીવડી હોવાનો પણ આરોપ પણ લગાવ્યો છે. એક અંદાજ પ્રમાણે 10000 જેટલા પાટીદારો આ પદયાત્રામાં જોડાયા છે. 200 સ્વયં સેવકો અને કારનો કાફલો પણ આ યાત્રામાં સામેલ છે.Recent Story

Popular Story