બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hardik Patel big statement for Anamat in after resign in congress

BIG NEWS / અનામત આંદોલનનો ઉલ્લેખ કરી ભાજપના વખાણમાં જુઓ શું બોલ્યા હાર્દિક પટેલ, કહ્યું સરકારે મોટું મન રાખ્યું

Dhruv

Last Updated: 12:02 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના વખાણમાં હાર્દિકે કહ્યું 'અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ ભાજપ સરકારે જ મોટું મન રાખીને અમને 10 ટકા અનામત આપી.'

  • હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસની પોલ ખુલ્લી પાડી
  • ભાજપ સરકારે મોટું મન રાખીને અમને 10 ટકા અનામત આપી: હાર્દિક
  • 2017માં જે આંદોલન કર્યું તેમાં ફાયદો કોંગ્રેસને થયો: હાર્દિક

ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો બીજી બાજુ હાર્દિકે અનામતનો ઉલ્લેખ કરીને ભાજપના ભરપેટ વખાણ કર્યા. હાર્દિકે કહ્યું કે, "અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ ભાજપ સરકારે જ મોટું મન રાખીને અમને 10 ટકા અનામત આપી હતી."

કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે: હાર્દિક

વધુમાં હાર્દિકે કહ્યું કે, '2017માં જે આંદોલન કર્યું તેમાં ફાયદો કોંગ્રેસને થયો છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે સપનું હતું કે જે હિત સાથે પાર્ટીમાં આવ્યો છું, તે ખૂબ આક્રમક રીતે કરી શકું, અમે ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો પણ કરાવ્યો. 2019થી 2022 સુધી કોંગ્રેસને જાણી ત્યારે ખબર પડી કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે. મને બે વર્ષ સુધી કોંગ્રેસે કોઈ જ જવાબદારી ન આપી. આ જ નેતાઓ કહેતા હતા કે તારા જેવાં નેતા પાર્ટીમાં આવે ત્યારે ફાયદો થશે, હવે આ જ નેતાઓ ટીવી પર આવીને મન ફાવે એમ બોલે છે.

ગુજરાતમાં અસંખ્ય ધારાસભ્ય એવાં છે કે જેમનો કોંગ્રેસ માત્ર ને માત્ર દુરુપયોગ કરી રહ્યું છે: હાર્દિક

આ સાથે હાર્દિકે વધુમાં કહ્યું કે, 'ગુજરાતમાં અસંખ્ય ધારાસભ્ય એવાં છે કે જેમનો કોંગ્રેસ માત્ર ને માત્ર દુરુપયોગ કરી રહ્યું છે અને પછી ફેંકી દેવામાં આવે છે. ચીમનભાઈને પણ આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતાં. વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યાં. સાચી વાત કહેવામાં આવે ત્યારે ખોટી-ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, ગુજરાતમાં અમે પદયાત્રા કરતાં હતા ત્યારે અમને ખબર પડતી હતી કે અમારા નેતા AC માં બેસી રહેતા હતાં.'

કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો જ 33 વર્ષથી પાર્ટી પર રાજ કરે છે: હાર્દિક

હાર્દિકે કહ્યું કે, 'દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો જ 33 વર્ષથી પાર્ટી પર રાજ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ કોન્ફરન્સ નથી કરી, મારે જાતે જ પત્રકાર પરિષદ કરવી પડે છે. રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે રૂમમાં બેસીને બધા નેતા ચિંતા કરે છે કે રાહુલ ગાંધીને કઈ ચિકન સેન્ડવીચ આપવી છે, ગુજરાતની સમસ્યા વિશે કોઈ વાત કરવામાં આવતી હતી નહીં. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી.'

આજે ઘણાં કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા: હાર્દિક

હાર્દિકે કહ્યું કે, 'મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે ઘણાં કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા? અદાણી અને અંબાણી તેમની મહેનતથી ઉદ્યોગપતિ બન્યા છે, પણ છેલ્લાં 7 વર્ષથી કોંગ્રેસ નેતાઓ માત્ર તેમને ગાળો જ આપે છે. મારા બાપ કોઈ મંત્રી ન હોતા કે અમે આવીને નેતા બન્યા હોય, મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કાર્યકારી પ્રમુખ કોઈ જવાબદારી નથી, મીટિંગમાં નથી બોલાવે અને પોસ્ટરમાં પણ ન બતાવે. યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે. 2022માં કોંગ્રેસ પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે, એક CMનો ચહેરો જાહેર કરવામાં આવશે અને પછી જ્યારે હારશે એટલે કહી દેશે કે જુઓ પાટીદાર ચહેરો આગળ કર્યો એટલે હારી ગયા.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ