બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:21 PM, 16 July 2024
આ જુલાઈ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાશે જવાની છે. જ્યાં T-20 અને વન ડે એમ બંને સીરીઝ રમાશે. તો ભારતની આ વન ડે સીરીઝને લઇ એક મોટું અપડેટ આવ્યું છે. હાર્દિક પંડ્યાએ પ્રાઇવેટ કારણોસર આ સીરીઝ રમવાની મનાઈ કરી દીધી છે. તેને આ માટે BCCIમાં વિનંતી પણ કરી છે.
ADVERTISEMENT
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈ 2024ના રોજ ત્રણ T-20 સીરીઝની શરૂઆત થશે. સીરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે. રોહિત શર્માએ T-20માંથી રીટાયરમેન્ટ લીધું હોવાથી હવે કેપ્ટનશીપની જવાબદારી ઓલરાઉન્ડર હાર્દિકને સોંપવામાં આવી શકે છે. તો બીજી ઓગસ્ટથી વન ડે સીરીઝની શરૂઆત થવાની છે જેમાં પહેલાથી જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને બુમરાહે બ્રેકની માંગ કરી દીધી છે. હવે હાર્દિક પંડ્યા પણ પ્રાઇવેટ કારણોસર વન ડે સીરીઝમાંથી બહાર રહેશે.
ADVERTISEMENT
ભારતની ટીમના નવા કોચ ગૌતમ ગંભીરની એવી ઈચ્છા હતી કે તેની આ નવી શરૂઆતમાં દરેક પ્લેયર રમે, પરંતુ સિનિયર પ્લેયર્સે રેસ્ટની માંગ કરી છે. ત્યારે હવે એ સવાલ ઊઠી રહ્યો છે કે ટીમનો કેપ્ટન કોણ બનશે. શ્રીલંકા સામે વન ડેના કેપ્ટન તરીકે સૂર્યકૂમાર યાદવ, શુભમન ગિલ કે પછી કેએલ રાહુલની પસંદગી થઈ શકે છે.
India Vs Shri Lankaનો કાર્યક્રમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.