ક્રિકેટ /
દાદાની સલાહ પણ ન માન્યો આ ગુજરાતી ક્રિકેટર, રણજીમાં નહીં રમે તો ટીમ ઇન્ડિયામાં કેવી રીતે મળશે સ્થાન?
Team VTV02:49 PM, 07 Feb 22
| Updated: 02:49 PM, 07 Feb 22
હાર્દિક વનડે તથા T-20માં વાપસી કરવા માંગે છે, જેથી તેમણે રણજી ટ્રોફી ન રમવાનો નિર્ણય લીધો છે. પણ જો ઘરેલૂ ક્રિકેટ નહિ, તો હાર્દિક ક્યા આધાર પર ટીમમાં ફરી સ્થાન બનાવશે?
શું છે હાર્દિકનો વાપસી પ્લાન?
શું બોલ્યા હતા ગાંગુલી?
રણજી ટ્રોફીનાં પહેલા ચરણ માટે બરોડાની ટીમ
ઓલરઉંડર હાર્દિક પંડ્ડયા 10 ફેબ્રુઆરીથી શરુ થવાવાળી રણજી ટ્રોફીમાં શામેલ નહિ થાય. તેઓ ભારતની વન-ડે તથા T-20માં વાપસી માટે તૈયારીઓ કરશે. હાર્દિકની ગેરહાજરીમાં કેદાર દેવધરને બરોડા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે વિષ્ણુ સોલંકીને ટીમનો ઉપકપ્તાન બનાવાયો છે. બરોડા ક્રિકેટ એસોસીએશનએ સોમવારે ટુર્નામેન્ટના પહેલા ચરણ માટે 20 સદસ્યોની ટીમની ઘોષણા કરી છે. આ ટીમમાં હાર્દિકનું નામ નથી.
હાર્દિક ગયા વર્ષે T-20 વિશ્વકપ બાદ ક્રિકેટ મેચ નથી રમી રહ્યા. પીઠમાં ઘાને કારણે તેઓ રાષ્ટ્રીય ટીમમાં ઉપલબ્ધ નથી. 28 વર્ષના હાર્દિકે 2018 બાદથી કોઈ ટેસ્ટ કે ચાર દિવસીય મેચ રમી નથી. તેઓ ઘણી વાર આ સ્વીકાર કરી ચુક્યા છે કે ઘાને કારણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેમનું પ્રદર્શન પ્રભાવિત થયું છે.
હાર્દિક આઈપીએલ 2022થી મેદાનમાં વાપસી કરી શકે છે. તેઓ સીવીસીના સ્વામિત્વવળી અમદાવાદ ફ્રેન્ચાઈસીની કમાન સંભાળતા જોવા મળશે. આ પહેલો મોકો હશે, જ્યારે હાર્દિક કોઈ ટીમની કપ્તાની કરશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમને આ આશા છે કે હાર્દિક રણજી ટ્રોફીમાં રમશે.
શું બોલ્યા હતા ગાંગુલી?
ગાંગુલીએ કહ્યું હતું કે, હાર્દિક ઘાયલ થઇ ગયા હતા તથા તેમને સંપૂર્ણ રીતે સાજા થવા માટે એક બ્રેક આપવામાં આવ્યો હતો, જેથી તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શકે. મને વિશ્વાસ છે કે હું તેને શરૂઆતમાં રણજી ટ્રોફીની અમુક મેચ રમતો જોઇશ. મને આશા છે કે તેઓ હજુ અધિક ઓવરો ફેંકશે તથા તેમનું શરીર મજબૂત બનશે.
શું છે હાર્દિકનો વાપસી પ્લાન?
હાર્દિક પંડ્ડયા આઈપીએલના માધ્યમથી ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં આઈપીએલની 15મી સીઝન શરુ થવાની આશા છે. હાર્દિક આ વખતે અમદાવાદ ટીમના કપ્તાન હશે. આવામાં તેઓ પોતાની રીતે ટીમમાં બદલાવ કરી શકશે તથા જરૂરીયાત મુજબ મનચાહ્યા ક્રમ પર બેટિંગ કરશે. જો હાર્દિક પોતાની કપ્તાનીમાં સારું પ્રદર્શન કરે છે તથા જવાબદારી સાથે મેચ ફિનિશ કરે છે તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરીઝમાં તેમને ભારતીય ટીમમાં મોકો મળી શકે છે.
બરોડાની ટીમમાં શામેલ થયા કૃણાલ
હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાને બરોડા ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે રણજી ટ્રોફીનું આયોજન થયું ન હતું. આ વર્ષે આ ટુર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરુ થવાની હતી, પરંતુ દેશમાં કોરોનાના મામલાઓ વધ્યા બાદ તેને સ્થગિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ હવે બે ચરણોમાં આયોજિત થશે, પહેલું ચરણ ગુરુવારથી 15 માર્ચ સુધી દેશનાં વિભિન્ન સ્થાનો પર શરુ થશે. ત્યાર બાદ આઈપીએલને કારણે આ ટુર્નામેન્ટ રોકવામાં આવશે તથા આઈપીએલ પૂરી થયા બાદ ફરી શરુ કરવામાં આવશે. રણજી ટ્રોફીનું બીજું ચરણ 30 મે થી 26 જૂન વચ્ચે હશે.