hardik pandya will lead indian cricket team will get gujarati captain after 23 years against ireland
ગૌરવની વાત /
23 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની કમાન ગુજરાતીનાં હાથમાં, જ્યારે T20માં પહેલી વખત રચાશે આ ઈતિહાસ
Team VTV02:08 PM, 26 Jun 22
| Updated: 03:00 PM, 26 Jun 22
આજે Ireland સામે ભારતની પ્રથમ T20 મેચ રમાવાની છે. ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં Hardik Pandya ટીમ ઈન્ડિયાનો 9 મો કેપ્ટન બનશે. એ સાથે કેટલાક વર્ષો જૂનાં રેકોર્ડ્સ પણ તૂટવા જઈ રહ્યા છે.
23 વર્ષ બાદ ગુજરાતી ખેલાડી સંભાળશે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી
999માં અજય જાડેજા બન્યા હતા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન
23 વર્ષ બાદ ગુજરાતના કોઈ ખેલાડીને ભારતીય ટીમની કમાન મળી છે. આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડયા કરશે. હાર્દિક ગુજરાતનાં વડોદરાનો ખેલાડી છે જેણે તાજેતરમાં જ IPL માં પોતાની ટીમ Gujarat Titans ને વિજયી બનાવી હતી.
છેલ્લે અજય જાડેજા બન્યા હતા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન
છેલ્લી વખત ગુજરાતના કોઈ ખેલાડીએ 1998-1999માં ભારતની કેપ્ટનશિપ કરી હતી. 1999માં અજય જાડેજાને ભારતીય ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે.
નરીમાન કોન્ટ્રાક્ટર બન્યા હતા ટેસ્ટ કેપ્ટન
બીજી તરફ ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ગુજરાતના ગોધરામાં જન્મેલા નરીમાન કોન્ટ્રાક્ટરે છેલ્લી વખત ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. 1960ના દાયકામાં તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમના પહેલા, દત્તા દેગવાડે 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના પહેલા, વિનુ માંકડ 1954 થી 1959 સુધી ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન હતા.
વીરેન્દ્ર સહેવાગે કરી હતી સૌથી પહેલા કેપ્ટન્સી
સૌથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ વતી વીરેન્દ્ર સેહવાગે કપ્તાની કરી હતી. ત્યાર પછી મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, અજંકયા રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને રિષભ પંત ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી ચૂક્યા છે.