બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya stunning catch in IND vs NZ one day test

ક્રિકેટ / VIDEO : હાર્દિકે હડી કાઢી, બીજી વનડેમાં પકડ્યો બેજોડ કેચ, ન્યૂઝીલેન્ડની તોડી નાખી કમર

Vaidehi

Last Updated: 05:32 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડની સામે ટીમ ઈન્ડિયાની વનડે સિરીઝનાં દ્વિતીય મેચમાં ભારતનું પર્ફોર્મન્સ રોમાંચક રહ્યું હતું. હાર્દિકનો એક શાનદાર કેચ, સમગ્ર મેચનું આકર્ષણ બન્યું છે.

  • IND vs NZમાં ટીમ ઈન્ડિયાની ગજબ ફિલ્ડીંગ
  • હાર્દિકે શાનદાર કેચ પકડી કર્યો  ડેવન કોનવેને આઉટ
  • 108 રનો પર ન્યૂઝીલેન્ડ ALL OUT

રાયપુરમાં રમાયેલ IND vs NZમાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની શાનદાર બોલિંગ અને ફિલ્ડીંગે ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનોને ધૂળ ચટાવી હતી. ટીમ ઈન્ડિયાએ 108 રનોની સાથે ન્યૂઝીલેન્ડનાં તમામ બેટ્સમેનોની વિકેટ મેળવી હતી. ટીમની પ્રશંસનિય બોલિંગની સામે ન્યૂઝીલેન્ડ ALL OUT. હવે ભારતને જીત માટે 109 રનોની આવશ્યતા રહેશે.

હાર્દિક પંડ્યાએ આજે જીત્યા લાખો દિલ
હાર્દિક પંડ્યાએ ડેવન કોનવેને ડગઆઉટ કર્યું. હાર્દિકનો આ કેચ સૌથી રોમાંચક હતો. આ કેચથી હાર્દિકે ફેન્સનાં દિલને ફરી એકવાર જીતી લીધેલ છે. સ્ટેડિયમનો અવાજ અને સોશિયલ મીડિયા પર લોકોની કમેન્ટસ લોકોનો હર્ષ દર્શાવે છે.

ઑવરની ચોથી જ બોલમાં પંડ્યાએ કેચ આઉટ કર્યો

મેચમાં પોતાની પહેલી ઑવરની ચોથી જ બોલમાં પંડ્યાએ ડેવન કોનવેનો કેચ પકડ્યો. કોનવેનો પ્લાન પંડ્યાનાં બોલને ડ્રાઈવ કરવાનો હતો. તેમને શૉટ મારવામાં સફળતા પણ મળી પરંતુ હાર્દિકે તે બોલ કોનવેનાં શોટથી આઉટ કરવા માટે નાખેલ હતો. નવાઈની વાત તો એ છે કે બોલ માત્ર 22 ગજનાં એરિયાને પાર કરે તે પહેલા જ હાર્દિકે કેચ પકડી લીધો હતો.

વીડિયો થયો વાયરલ
ડેવન કોનવેનાં બેટને અડકીને બોલ તેજીથી બોલર હાર્દિક પંડ્યાની તરફ આવ્યો. પંડ્યાએ પણ આ બોલને કેચ કરવા માટે કૂદકો માર્યો અને સફળ થયાં. વીડિયો જોઈને લોકો પણ હાર્દિકનાં વખાણ કરી રહ્યાં છે.

ડેવન કોનવે 7 રનોમાં થયાં આઉટ
ડેવન કોનવે વનડેમાં  42નો એવરેજ રાખે છે. 16 ઈનિંગ્સમાં 2 શતક અને 3 અર્ધશતક તેઓ ફટકારી ચૂક્યાં છે. આવો પ્લેયર જો વધુ સમય સુધી બેટિંગ કરે તો ભારત માટે તે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પરંતુ હાર્દિક પંડ્યાએ તેને આઉટ કરીને ભારતને સફળ બનાવવા તરફ સહાયતા કરી છે. રાયપુર વનડેમાં ડેવને માત્ર 7 રનો જ બનાવ્યાં છે.

હાર્દિક પંડ્યાએ લીધી વધુ એક વિકેટ
હાર્દિક પંડ્યાએ વધુ એક વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા અપાવી છે. તેમણે મિચેલ સેટનરને આઉટ કરીને પાર્ટનરશીપ તોડી હતી. મિચેલ સેટનરે 27 રનો બનાવ્યાં જેના બાદ ટીમ ન્યૂઝીલેન્ડનો સ્કોર 103/7 થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya ind vs nz stunning catch ક્રિકેટ કેચ વનડે સીરિઝ hardik pandya catch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ