બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya powerful performance Gujarat Titans track record trophy ipl ipl 2022 gt
Pravin Joshi
Last Updated: 02:05 PM, 14 April 2023
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ વિશે વાત કરીએ તો આ તેમની IPLની બીજી સિઝન છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમે પ્રથમ વખત IPL 2022માં પ્રવેશ કર્યો અને T20 લીગનો ખિતાબ જીત્યો. IPL 2023ની વાત કરીએ તો ફરી એકવાર ટીમે શાનદાર શરૂઆત કરી છે. ગુજરાતે પંજાબ કિંગ્સને મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનની 4 મેચમાં આ તેની ત્રીજી જીત છે. આ સાથે ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં પણ આવી ગઈ છે.
ADVERTISEMENT
શુભમન ગીલનું શાનદાર પ્રદર્શન
IPL 2023ની 18મી મેચમાં પંજાબ કિંગ્સે પહેલા રમતા 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.5 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ફાસ્ટ બોલર મોહિત શર્મા લાંબા સમય બાદ IPLમાં પરત ફર્યો છે. તેણે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે યુવા બેટ્સમેન શુભમન ગીલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે 49 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધીમાં 20 મેચ રમી છે અને તેમાંથી 15 મેચ જીતી
IPL ઇતિહાસની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધીમાં 20 મેચ રમી છે અને તેમાંથી 15 મેચ જીતી છે. પ્રથમ 20 મેચમાં કોઈપણ ટીમનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની ટીમ પ્રથમ સિઝનની ચેમ્પિયન રહી હતી. તેણે પ્રથમ 20 મેચમાંથી 15માં પણ જીત મેળવી હતી. આ સિવાય પંજાબ કિંગ્સે પોતાની શરૂઆતની 20 મેચમાંથી 13માં જીત મેળવી છે.
ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ શાનદાર
લક્ષ્યનો પીછો કરતી વખતે પણ ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ શાનદાર છે. તેણે અત્યાર સુધી 12માંથી 11 મેચ જીતી છે. ગત સિઝનમાં તેની એકમાત્ર હાર મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ હતી. ડેનિયલ સેમ્સે શાનદાર બોલિંગ કરીને ટાઇટન્સના રથને રોક્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત જીત્યો છે. પરંતુ વર્તમાન સિઝનમાં બંને ટીમોની શરૂઆત ખાસ રહી નથી. CSK 4 માંથી 2 જીત્યું છે અને મુંબઈની ટીમ 3 માંથી માત્ર 1 મેચ જીતી શકી છે.
રાશિદ ખાને વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું
ગુજરાત ટાઇટન્સ વિશે વાત કરીએ તો લેગ-સ્પિનર રાશિદ ખાને વર્તમાન સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હેટ્રિક પણ લીધી છે. અફઘાનિસ્તાનના અનુભવી બોલરે 4 મેચમાં 9 વિકેટ ઝડપી છે. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને અલઝારી જોસેફને પણ 7-7 વિકેટ મળી છે. બેટિંગની વાત કરીએ તો શુભમન ગિલે 4 મેચમાં 2 અડધી સદીની મદદથી સૌથી વધુ 183 રન બનાવ્યા છે. સાઈ સુદર્શને પણ 2 અડધી સદીની મદદથી 156 રન બનાવ્યા છે.
હાર્દિક પંડ્યાનું ફોર્મ ગુજરાત ટાઇટન્સ માટે ચિંંતાનું કારણ
જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યાનું ફોર્મ ગુજરાત ટાઇટન્સ માટે ચિંતાનું કારણ છે. તે 3 ઇનિંગ્સમાં માત્ર 21 રન જ બનાવી શક્યો છે. 8 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. ફાસ્ટ બોલર તરીકે તેને અત્યાર સુધી એક પણ વિકેટ મળી નથી. ટીમને આગામી મેચમાં 16 એપ્રિલે રાજસ્થાન રોયલ્સનો સામનો કરવાનો છે. રોયલ્સે પણ 4માંથી 3 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.