બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / બેવફા બન્યો હતો હાર્દિક? જૈસ્મીન વચ્ચે ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની પોસ્ટમાં આડકતરો ઈશારો
Last Updated: 10:24 AM, 13 September 2024
બોલિવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાને અલગ થયે ઘણો સમય થઈ ગયો છે. છતાં બન્ને કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે. એક બાજુ જ્યાં નતાશા પોતાના દિકરા અગસ્ત્યને લઈને ફરી ઈન્ડિયા આવી ગઈ છે. ત્યાં જ બીજી બાજુ હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે ડેટિંગ રૂમર્સને લઈને ખબરોમાં છે.
ADVERTISEMENT
થોડા દિવસો પહેલા ગ્રીસ વેકેશનમાં બન્નેએ અલગ અલગ સમયમાં પોતાના ફોટો શેર કર્યા હતા જેમાં સેમ બેકગ્રાઉન્ડ જોવા મળવાની અટકળો લગાવવામાં આવી રહી હતી બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ વચ્ચે નતાશાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે જેને જોઈને લાગી રહ્યું છે કે હાર્દિકની તરફ નિશાન સાધવામાં આવ્યું છે.
ADVERTISEMENT
નતાશા અને હાર્દિકના સંબંધમાં તિરાડ?
જણાવી દઈએ કે જ્યારથી હાર્દિક પંડ્યા અને જેસ્મીન વાલિયાના કથિત રીતે ડેટિંગની ખબર સામે આવી તેના બાદથી ફેંસ ખૂબ વધારે બેચેન છે આ જાણવા માટે કે શું નતાશા અને હાર્દિકના ડિવોર્સના પાછળનું કારણ ક્રિકેટરની બેવફાઈ હતી? આ ખબરો પર નતાશા અને હાર્દિક બન્નેએ કોઈ રિએક્શન નથી આ્યું.
આ વચ્ચે નતાશા સ્ટેનકોવિકે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે બેવફાઈને લઈને એક નિશાન સાધ્યું છે.
વધુ વાંચો: 'હું થાકી ગઈ હતી..' 6 વર્ષ બાદ અભિનેત્રી થઈ પ્રેગ્નેટ, બ્લોગમાં જણાવી અંગત વાત
એક્ટ્રેસે શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
નતાશા સ્ટેનકોવિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "પીઠ પાછળ વફાદારી હકીકતે સર્વોચ્ચ સ્તરની છે." એક્ટ્રસની પોસ્ટમાં લખેલી આ લાઈન્સથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કદાચ તે હાર્દિક પંડ્યા અને સિંગર જેસ્મીન વાલિયાના કથિત રીતે ડેટિંગ કરવાને લઈને તેમના પર નિશાન સાધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.