બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / શું આ છોકરીને કારણે હાર્દિક નતાશા થયા અલગ? મિસ્ટ્રી ગર્લનું નામ ચગ્યું
4 ફોટો ગેલેરી
Last Updated: 07:19 PM, 19 July 2024
1/4
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી હતી. છૂટાછેડાના સમાચાર પહેલા પંડ્યાનું નામ બે લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના છૂટાછેડા પાછળનું સાચું કારણ બહાર આવ્યું નથી. પરંતુ પંડ્યાનું નામ રશિયન મોડલ એલેના ટુટેજા સાથે જોડવામાં આવ્યું છે. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનન્યા પાંડે સાથે પણ જોવા મળ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવી છે.
2/4
હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. પરંતુ ગુરુવાર પહેલા બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે હવે છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે. આ દરમિયાન પંડ્યાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં હાર્દિક પંડ્યા રશિયન મોડલ એલેના ટુટેજા સાથે જોવા મળ્યો હતો. પંડ્યા સાથેના તેના કનેક્શનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પંડ્યા એલેનાને ડેટ કરી રહ્યો હતો. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
3/4
પંડ્યાએ તાજેતરમાં જ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાનું નામ અનન્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. જોકે, હાર્દિકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ