બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થશે? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું

સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થશે? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું

Last Updated: 02:13 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya Natasa Stankovic: ડિવોર્સની ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નતાસાએ પંડ્યા સરનેમ કાઢી નાખી. આ ઉપરાંત દાવો કરવામાં આવી રહ્યો છે કે નતાસાનો જન્મ દિવસ 4 માર્ચે છે અને આ દિવસે પણ હાર્દિકની તરફથી કોઈ પોસ્ટ નથી કરવામાં આવી.

શું નતાસા સ્તાંકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની વચ્ચે બધુ બરાબર નથી? આ સવાલ એટલા માટે સામે આવ્યો છે કે કારણ કે સોશિયલ મીડિયા પર કંઈક એવું થયું છે જ્યાર બાદ લોકો અટકળો લગાવી રહ્યા છે કે આ બન્ને ડિવોર્સ લેવાના છે. આઈપીએલમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ હવે ડિવોર્સની અટકળો સામે આવી રહી છે. આ વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. Reddit પર લોકો હાર્દિક અને નતાસાના સંબંધને લઈને ચિંતિત છે.

Hardik-Pandya_12..jpg

નામમાંથી કાઢી નાખી પંડ્યા સરનેમ

ડિવોર્સની ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નતાસાએ પંડ્યા સરનેમ કાઢી નાખી. આ ઉપરાંત દાવો કરવામાં આવી રહ્યો છે કે નતાસાનો જન્મ દિવસ 4 માર્ચે છે અને આ દિવસે પણ હાર્દિકની તરફથી કોઈ પોસ્ટ નથી કરવામાં આવી.

Hardik-Pandya_18..jpg

વધુ વાંચો: ક્રિકેટ રમતી જ્હાન્વીની નકલ ઉતારવા લાગ્યો રાજકુમાર, ચાલ પર પેટ પકડી હસી પડશો

આ બાજુ નતાસાએ પોતાની અને હાર્દિકની તાજેતરની દરેક પોસ્ટ પણ હટાવી દીધી છે. જે પોસ્ટમાં અગસ્ત્ય તેમની સાથે છે તે પોસ્ટ તેમણે ડિલિટ નથી કરી. આ બધુ વસ્તુઓને જોતા અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે આ ખબર કેટલી સાચી છે તે તો આવનાર સમય જ કહેશે પરંતુ હાલ અફવાઓનું બજાર ગરમ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Natasa Stankovic Hardik Pandya Cricket News હાર્દિક પંડ્યા ડિવોર્સ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ