Hardik Pandya, his mother leave Mumbai for father Himanshu Pandya's last rites
ભાવૂક પળ /
દિકરાઓની વાત કરતી વખતે રડી પડતા હતા પિતા હિમાંશુ, હાર્દિક પ્રાઈવેટ પ્લેનમાં પહોંચ્યો અંતિમ દર્શન માટે
Team VTV01:37 PM, 16 Jan 21
| Updated: 01:59 PM, 16 Jan 21
2021નું વર્ષ બધા માટે સારુ રહે તેવી પ્રાર્થના દુનિયાના દરેક લોકોએ કરી હશે પરંતુ હાર્દિક પંડ્યા માટે શરૂઆત જ દુઃખદાયી રહી છે. આજે સવારે હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયુ છે.
હાર્દિક પહોંચ્યો ઘરે
હાર્દિક પંડ્યા તેની માતા સાથે પ્રાઇવેટ જેટમાં ઘરે પહોંચી ગયો છે. પિતા સાથે ખુબ જ નજીકના સંબંધ ધરાવતા બંને ભાઇઓ અલગ અલગ જગ્યાએથી ઘરે આવવા રવાના થઇ ગયા હતા. કૃણાલ પણ સૈયદ મુસ્તાક ટુર્નામેન્ટ છોડીને પરત ફર્યો હતો.
પિતાએ કર્યો હતો સપોર્ટ
હાર્દિક અને તેનો ભાઇ કૃણાલ તેઓના પિતા સાથે ખુબ જ નજીકનો સંબંધ ધરાવતા હતા. ભારતમાં ખુબ ઓછા દિકરાઓ હશે કે જેમને તેમના પિતા સાથે મિત્રતાના સંબંધો હશો. તેમાંથી સ્ટાર ક્રિકેટર હાર્દિક અને કૃણાલ એક હતા.
વિરાટ કોહલીએ આપી શ્રદ્ધાંજલિ
પિતાનું અવસાન થતાં વિરાટ કોહલી અને ઇરફાન પઠાન સહિત અન્ય ક્રિકેટર્સે હાર્દિકના પિતાના નિધન પર શોક જતાવ્યો છે. ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પિતાએ કર્યો હતો મોટો ત્યાગ
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ધુંઆધાર ક્રિકેટર બનાવવામાં સૌથી મોટો ફાળો તેના પિતા હિમાંશુ પંડ્યાનો હતો. જેમનુ શનિવારે સવારે અવસાન થયુ છે. બંને ભાઇઓને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે બંને ભાઇઓ ઘરે આવવા રવાના થઇ ગયા છે.
હિમાંશુ સુરતમાં કાર ફાઇનાન્સનો નાનકડો બિઝનેસ ચલાવતા હતા પરંતુ દિકરાઓના સપના માટે તે વડોદરા શિફ્ટ થઇ ગયા. તે સમયે હાર્દિક માત્ર પાંચ વર્ષનો હતો. ત્યાં તેમણે પોતાના બાળકોને ક્રિકેટની સારી સુવિધા આપી અને કિરણ મોરે એકેડમીમાં એડમિશન કરાવ્યું હતું.