બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર! ટીમ ઈન્ડિયા બાદ IPLમાં પણ છીનવાઈ શકે કેપ્ટનશીપ

ક્રિકેટ / હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર! ટીમ ઈન્ડિયા બાદ IPLમાં પણ છીનવાઈ શકે કેપ્ટનશીપ

Last Updated: 09:55 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડીયાના T20 ફોર્મેટની કેપ્ટનશીપની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ હાર્દિક પંડ્યા આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની રહેશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યું છે.

T20 વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા માટે હાલ ટીમ ઇન્ડીયામાં ઘણો બદલાવ આવ્યો છે. T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતના વાઇસ કેપ્ટન રહેલા હાર્દિકને શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમની કમાન સોંપવામાં નહતી આવી અને તેની જગ્યા પર સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા આવ્યો છે.

hardik-pandya

એવામાં હવે ટીમ ઇન્ડીયાના T20 ફોર્મેટની કેપ્ટનશીપની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ ઓલરાઉન્ડરને કેપ્ટન તરીકે રાખશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

HARDIK PANDYA

હવે એ તો જાણીતું જ છે કે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ IPLના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માના સ્થાને છેલ્લી સિઝન પહેલા હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. હવે આ વર્ષે IPLનું મેગા ઓક્શન થવાનું છે અને આવી સ્થિતિમાં રોહિત મુંબઈની ટીમ સાથે રહેશે કે નહીં તે જોવાનું રહેશે. એવું કહેવાય રહ્યું છે કે હાર્દિક અને રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ પણ ટીમના કેપ્ટન બનવા ઈચ્છે છે.

PROMOTIONAL 12

હાર્દિક માટે સમસ્યા એ ઉભી થશે કે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. IPL 2025 ની મેગા ઓક્શન નજીક આવી રહ્યું હોવાથી, MIએ સૂર્યાને પણ મોટી ઓફર કરવી પડી શકે છે. MI ફ્રેન્ચાઇઝીએ સૂર્યકુમાર યાદવને ટીમમાં રાખવા માટે મોટી રકમ ખર્ચવી પડી શકે છે.

વધુ વાંચો: T20 કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમારનું પ્રથમ નિવેદન, કરી અહેસાસ અને સપનાની વાત

IPLની સંચાલન કમિટીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે તેઓ કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપશે. એવી સંભાવના છે કે ફ્રેન્ચાઇઝી એક વિદેશી સહિત ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકે છે. એવામાં દરેક ફ્રેન્ચાઇઝ ટીમોએ આગામી કેટલાક વર્ષો માટે મજબૂત ટીમ બનાવવા માટે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Hardik Pandya vs Suryakumar Yadav Hardik Pandya Captaincy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ