Hardik Pandya bowls against australia despite injury due to situation
ક્રિકેટ /
IND vs AUS : ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં જોઈ ન શકતા મેચની અધવચ્ચે હાર્દિક પંડ્યાએ લીધો નિર્ણય છતાં...
Team VTV07:30 PM, 29 Nov 20
| Updated: 07:31 PM, 29 Nov 20
ઓસ્ટ્રેલિયા સામેની વન ડે મેચમાં હાર્દિક પંડ્યાએ ચોકાવનારો નિર્ણય લઇને બાજી પોતાના હાથમાં લીધી હતી.
ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં દરેક ભારતીય બોલરને નિષ્ફળ જતા જોઈને હાર્દિક રહી શક્યો નહીં. તેણે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કમરની ઈજાને પગલે બોલિંગ કરવાની બંધ કરી દીધી હતી
આમ જોવા જઈએ તો હાર્દિક પંડ્યા ભારત માટે ઓલરાઉન્ડર છે. તે બેટ બોલ બંનેથી કાબેલ છે. જો કે છેલ્લા સમયથી તેની કમરની ઈજાને પગલે તેણે બોલિંગ કરવાની બંધ કરી દીધી હતી. આવી ઈજામાં પણ તેણે બોલર તરીકેની જવાબદારી સાંભળી લીધી હતી.
16 મહિના પછી બોલિંગ કરી
નોંધનીય છે કે તેણે આખી IPLમાં બોલિંગ કરી નહોતી. જો કે અત્યારે ટીમ ઇન્ડિયાની સ્થિતિ જોઈને તેણે ફરીથી બોલ હાથમાં લઇને 16 મહિના પછી બોલિંગ કરી હતી. તેણે એક મહત્વની વિકેટ ઝડપી હતી. જો કે તેના પ્રયત્નો ઉપર પાણી ફરી વળ્યું હતું અને આખરે ભારતની હાર થઇ હતી.
હાલ રિસ્ક લેવાનું ટાળવા માંગતો હતો આમ છતાં જરૂરિયાત જોતા જવાબદારી સાંભળી
નોંધનીય છે કે પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં બોલિંગ કરીને પોતાની ઈજા અંગે કોઈ જોખમ લેવા માંગતો નથી. આમ છતાં તેણે જરૂરિયાત પડી હોવાથી જવાબદારી લીધી હતી.