બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / હાર્દિક પંડ્યા અને એશા ગુપ્તા વચ્ચે હતા સંબંધો, સમગ્ર મામલે પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 11:54 PM, 24 June 2025
Esha Gupta On Dating Hardik Pandya : બોલીવુડ અભિનેત્રી એશા ગુપ્તાએ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના સંબંધમાં હોવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી. એશા ગુપ્તાએ સ્વીકાર્યું કે, તે હાર્દિક સાથે સતત સંપર્કમાં હતી અને તેને અનેક વખત મળતી હતી. જોકે, ડેટિંગ સુધી સંબંધો પહોંચે તે પહેલા જ તેમના સંબંધો પર પુર્ણવિરામ મુકાઇ ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સિદ્ધાર્થ કન્નનને ઇન્ટરવ્યું આપ્યો હતો
સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, એશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચાર પર મૌન તોડ્યું. તેણીએ કહ્યું- 'હા, અમે થોડા સમય સુધી એકબીજાના સંપર્કમાં હતા અને વાત કરતા હતા. મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા, પરંતુ હા, અમે થોડા મહિનાઓ સુધી વાત કરતા હતા. અમે આ સંબંધો કામ કરશે કે નહી કરે તે વાળા ફેઝમાં હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પૂરક પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય
'તે ફક્ત થોડા મહિનાઓ હતું અને પછી તે સમાપ્ત થઈ ગયું'
ADVERTISEMENT
એશા ગુપ્તાએ આગળ કહ્યું- 'ડેટિંગના તબક્કા સુધી પહોંચતા પહેલા જ તે સમાપ્ત થઈ ગયું. તેથી તે ડેટિંગ-ડેટિંગ નહોતું. અમે એક કે બે વાર મળ્યા, બસ. તો હા, જેમ મેં કહ્યું હતું કે તે થોડા મહિના જ હતા અને પછી તે બધુ પુરૂ થઈ ગયું. એશા ગુપ્તાએ આગળ કહ્યું કે, તેને આશા હતી કે તે અને હાર્દિક પંડ્યા કપલ બની શકે છે પરંતુ કદાચ તે નસીબમાં નહોતું.'
ADVERTISEMENT
શું ઈશા હાર્દિકને ડેટ કરી શકે છે?
હાર્દિક સાથે સંબંધ બાંધવાની શક્યતાઓ અંગે, ઈશાએ કહ્યું- 'કદાચ તે બન્યું હોત, પરંતુ મને નથી લાગતું કે તે બનવાનું હતું. આ પહેલા પણ, તે બિચારો લાઈવ ટીવી પર કેટલીક વાતો કર્યા પછી ઘણી બધી બાબતોનો સામનો કરી રહ્યો હતો અને તે પહેલા જ અમે વાત કરવાનું બંધ કરી દીધું હતું.'
ઈશા-હાર્દિક સંબંધમાં કેમ ન આવ્યા?
એશા ગુપ્તાએ બંને વચ્ચેની વાતચીત બંધ થવાનું કારણ વધુ જણાવ્યું. તેણીએ કહ્યું- 'અમને હમણાં જ સમજાયું કે અમે એક જેવા નથી, એકબીજા માટે યોગ્ય નથી અને દરેકનો એક પ્રકાર હોય છે. મને લાઈમલાઈટ કરતાં પરિવાર અને વાસ્તવિક જીવન વધુ ગમે છે. અલબત્ત મને મારું કામ ગમે છે, કેમેરા વિના, કોઈ એશા ગુપ્તા ન હોત. પરંતુ દિવસના અંતે મને ઘરે જઈને મારી માતાને પૂછવું ગમે છે કે શું ચાલી રહ્યું છે, તેમના દ્વારા ઠપકો મળવો. મને આ બધું ગમે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.