પંડ્યા બ્રધર્સનું સપનુ પૂરુ, NZ સામે રમીને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

By : juhiparikh 03:19 PM, 07 February 2019 | Updated : 03:19 PM, 07 February 2019
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની કારમી હાર થઇ છે. વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી T-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 80 રને હરાવી. જોકે મેચની ખાસ વાત રહી કે બંને ભાઇઓ હાર્દિક પંડ્યા અને ક્રૂણાલ પંડ્યાએ ટીમ ઇન્ડિયાને 11માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ બંને ભઇઓ મુંબઇ ઇન્ડિયન્સની તરફથી IPL મેચ રમી ચૂક્યા છે. ઉપરાંત ટીમ ઇન્ડિયામાં ધોની, કાર્તિક અને પંત એમ ત્રણ વિકેટકિપર રમવા ઉતર્યા હતા.

આ જોડીએ જેવા મેદાનમાં પગ મૂક્યો કે સાથે જ ત્રીજી એવી સગા ભાઇઓની જોડી બની છે. જે ટીમ ઇન્ડિયા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હોય. મોહિન્દર અમરનાથ અને સુરીન્દર અમરનાથ ટીમ ઇન્ડિયા માટે સૌ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારા ભાઇઓની જોડી હતી. આ પછી પઠાણ બ્રધર્સ ઇરફાન અને યુસુફ ટીમ ઇન્ડિયાની તરફથી રમ્યા હતા. 

પંડ્યા બ્રધર્સમાંથી મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ ગત વર્ષે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તેણે 6 T-20 ટીમ ઇન્ડિયા તરફથી રમી હતી. એ સમયે હાર્દિક સીરિઝ મિસ કરી હતી કારણ કે પીઠમાં ઇજા થઇ હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 26 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે T-20 ડેબ્યૂ કર્યુ હતુ. આ બંને ભાઇઓ એકસાથે ટીમ ઇન્ડિયા તરફથી રમે તેની ફેન્સ રાહ જોઇ રહ્યા છે. અંતે ન્યૂઝીલેન્ડમાં તેમની રાહ પૂરી થઇ ગઇ. Recent Story

Popular Story