બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / hardeep puri big attack on rahul gandhi said he needs apology

રાજનીતિ / 'ઘોડાની રેસમાં ગધેડાનું શું કામ', સાવરકરની ટીકા કરનાર રાહુલને સંભળાવ્યું કેન્દ્રીય મંત્રીએ

Hiralal

Last Updated: 05:35 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલને કોસતાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

  • રાહુલના કેમ્બ્રિજવાળા ભાષણ પર વધ્યો વિવાદ
  • રાહુલને કોસતાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરી ભાન ભૂલ્યાં
  • ઈશારા ઈશારામાં રાહુલને ગણાવ્યાં ગધેડા 

રાહુલ ગાંધીના લંડનવાળા ભાષણ પર વિવાદ વધતો જાય છે. દેશમાં રાહુલના લોકશાહીવાળા નિવેદન પર ભાજપ તેમની માફીની માગ પર અડગ છે આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ વધારે વકરાવી મૂક્યો. 

રાહુલ ગાંધીને ગધેડા ગણાવ્યાં 
હરદીપ સિંહ પુરીને જ્યારે કોંગ્રેસ તરફથી વીર સાવરકરના ટ્વીટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ઘોડાની રેસમાં ગધેડાઓનું શું કામ છે? તેમણે કહ્યું કે ક્યાં વીર સાવરકર અને ક્યાં રાહુલ ગાંધી તેમની વચ્ચે તુલના ન થઈ શકે. 

કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં રાહુલે શું કહ્યું હતું 
વાસ્તવમાં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં 'લોકતંત્ર પર ખતરો' છે. 

હાથ જોડીને આજીજી કરું છું, સાવરકરનું અપમાન ન કરો 
કાયદા પ્રધાન કિરણ રિજિજુએ કોંગ્રેસના જવાબ પર વળતો પ્રહાર કર્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, "મહેરબાની કરીને મહાન આત્મા વીર સાવરકરનું અપમાન ન કરો. હું હાથ જોડીને આજીજી કરું છું.

સંકળાયેલા મુદ્દાઓ

hardeep puri petroleum minister hardeep puri rahul gandhi veer savarkar petroleum minister hardeep puri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ