પ્રતિક્રિયા / સત્તરઘાટ મામલે આ ક્રિકેટર ભડક્યો, કહ્યું-કયું સીમેન્ટ વાપર્યું છે ભાઈ, રેતીથી બનાવ્યો હતો પુલ?

harbhajan singh comment on sattar ghat bridge collapse in gopalganj bihar

આઠ વર્ષમાં બનીને તૈયાર થયેલાં સત્તર ઘાટ પુલનો એક એપ્રોચ રોડ બુધવારે પાણીના દબાણ હેઠળ ધોવાઈ ગયો હતો. 16 જૂને સીએમ નીતીશ કુમારના ઉદ્ઘાટનના માત્ર 30 દિવસમાં જ એપ્રોચ રોડ ધરાશાયી થવાની આ ઘટના ગુરુવારે દેશના મીડિયામાં હેડલાઇન્સમાં હતી. આ દરમિયાન રાજકારણ સહિત ઘણાં લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને તેના કામ અને મટિરિયલની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ જ ક્રમમાં ક્રિકેટર હરભજન સિંહે પણ પોતા પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે, શું પુલ રેતીમાંથી બનાવવામાં આવ્યો હતો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ