બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / યુવરાજ, રૈના, હરભજનના 'તૌબા-તૌબા' ડાન્સનો ભારે વિરોધ, તાત્કાલિક માંગવી પડી માફી
Last Updated: 09:34 PM, 15 July 2024
13 જુલાઈએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રાઈવલરીની એક ઝલક ફરીથી મેદાને જોવા મળી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારતની જીત હતી. જીત પછી યુવરાજ સિંહ, સુરેશ રેના અને હરભજને મળીને ડાન્સ પણ કર્યો હતો. જેના પછી કેટલાક એથલીટ્સે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં પેરા-સ્વિમર શમ્સ આલમ અર્જુન એવોર્ડ માનસી જોશી પણ સામેલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર હરભજન સિંહે માફી માંગી છે.
ADVERTISEMENT
કેમ ભડક્યા એથલીટ્સ
હરભજને તેના માફીમાં ખુલાસો કર્યો કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. વાસ્તવમાં, ટાઇટલ જીત્યા પછી, યુવરાજ, રૈના અને હરભજને લોકપ્રિય અભિનેતા વિકી કૌશલના ટ્રેન્ડિંગ ગીત 'તૌબા તૌબા' પર હૂક સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર વીડિયોને પોસ્ટ કર્યો હતો. હરભજન અને રેનાએ પોસ્ટમાં લખ્યું હતું, '15 દિનો મેં શરીર કી તૌબા તૌબા હો ગઈ લીજેન્ડ ક્રિકેટ, શરીર કે હર હિસ્સે મેં દર્દ હો રહા હે. હમારે તૌબા તૌબા ડાન્સ કા વર્ઝન. ક્યા ગાના હૈ.'
ADVERTISEMENT
હરભજને માંગી માફી
હરભજને આ ડાન્સ પર સોશિયલ મીડિયા પર માફી માગી છે. તેમને એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું, હું તે લોકોને કહેવા માગું છે જે ઈંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપ જીત્યા પછી સોશિયલ મીડિયા પર તૌબા તૌબા વીડિયોને વિશે ફરિયાદ કરી રહ્યા છે. અમારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો.અમે દરેક વ્યક્તિ અને સમુદાયનું સન્માન કરીએ છીએ. અને આ વિડિયો માત્ર 15 દિવસ સુધી સતત ક્રિકેટ રમ્યા બાદ આપણા શરીરને બતાવવા માટે હતો. અમે કોઈનું અપમાન કરવાનો પ્રયાસ નથી કર્યો. તેમ છતાં જો લોકો આ ખોટું લાગતું હોય તો હું તે લોકોની માફી માગું છું.
Winning celebrations from Yuvraj Singh, Harbhajan and Raina. 🤣🔥 pic.twitter.com/mgrcnd8GpH
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
પોસ્ટ ડિલીટ થઈ
હરભજન, રૈના અને યુવરાજે આ પોસ્ટને હવે ડિલીટ કરી દીધી છે. સુરેશ રૈનાએ પણ હરભજનની પોસ્ટ ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. પોસ્ટ પર પેરા ઓલમ્પિંક ઈન્ડિયાના ઓફિશિયલ અકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું, સ્ટાર સેલિબ્રિટી ક્રિકેટ ખેલાડીઓના રૂપમાં પોઝિટિવ ઉદાહરણ સ્થાપિત કરવાની જવાબદારી છે. વિકલાંગ લોકોની નકલ કરવી તે અપમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.