બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / harak singh rawat resignation controversy Uttrakhand

'ના'રાજીનામું / 'ભિખારી જેવો બનાવી દીધો મને...' કેબિનેટ બેઠકમાં જ ઉત્તરાખંડના આ મંત્રીએ આપી દીધુ રાજીનામું

Hiren

Last Updated: 10:55 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડ સરકારમાં કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની જ પર મોટા આરોપ લગાવતા રાજીનામું આપ્યું છે.

  • ઉત્તરાખંડ સરકારમાંથી કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે આપ્યું રાજીનામું
  • લાંબા સમયથી હરક સિંહ રાવત કોટદ્વારમાં મેડિકલ કોલેજ માંગી રહ્યા હતા
  • હરક સિંહ રાવત હવે ચૂંટણી સમયે કોંગ્રેસ તરફ વળી શકે છે

હરક સિંહ રાવતના અનુસાર રાજ્ય સરકાર કોટદ્વારમાં(સ્વીકૃત કરવાને લઇને) મેડિકલ કોલેજને લકટાવી રહી છે, તેમાં તેઓ હવે કામ નથી કરી શકતા. હરકે આ રાજીનામું પણ કેબિનેટ બેઠક દરમિયાન આપ્યું છે.

લાંબા સમયથી હરક સિંહ રાવત કોટદ્વારમાં મેડિકલ કોલેજ માંગી રહ્યા હતા. તેમણે અનેક વખત સરકારની સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમની આ માંગને પૂરી કરવામાં ન આવી, તેવામાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.

માહિતી અનુસાર, હરક સિંહ રાવત હવે ચૂંટણી સમયે કોંગ્રેસ તરફ વળી શકે છે. હજુ સુધી પુષ્ટિ નથી થઇ, પરંતુ અટકળો લાગવાની શરૂ થઇ ગઇ છે.

ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા હરક સિંહ રાવતે કહ્યું કે, 5 વર્ષથી માંગ રહ્યા હતા મેડિકલ કોલેજ પોતાના મત વિસ્તાર માટે, પરંતુ આ લોકોએ મને ભિખારી બનાવી દીધો. તેઓ આટલા બધા નારાજ નજરે આવ્યા કે તેમને આંખોમાં ઝળઝળયા આવી ગયા અને તેઓ રોવા પણ લાગ્યા. તેમના અનુસાર પોતાની સરકારમાં તેમની આ માંગને નજરઅંદાજ કરી.

સંકળાયેલા મુદ્દાઓ

Harak Singh Rawat uttrakhand ઉત્તરાખંડ હરક સિંહ રાવત UTTRAKHAND
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ