બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 10 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવાય છે ટેડી ડે? રીંછના શિકાર સાથે જોડાયેલો ઇતિહાસ ખૂબ જ રોચક
Last Updated: 11:14 PM, 9 February 2025
7 થી 13 ફેબ્રુઆરી સુધી કપલ્સ દરરોજ અલગ-અલગ રીતે આ દિવસને ઉજવે છે. આ સાત દિવસ કપલ માટે ખૂબ જ મહત્વના હોય છે. પહેલા દિવસે રોઝ ડે, પછી પ્રપોઝ ડે, ચોકલેટ ડે અને ચોથા દિવસે ટેડી ડે હોય છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે કપલ્સ આ સ્પેશિયલ દિવસોમાં ટેડી ડે કેમ મનાવે છે. પ્રેમ અને સોફ્ટ ટૉયનો શું સંબંધ હોય છે? જો તમારા મનમાં પણ સવાલ થાય છે તો આ વખતે ટેડી ડે ઉજવાતા પહેલા જાણી લો કે ક્યારે અને કેમ ટેડી ડે ઉજવવામાં આવે છે? તો ચાલો ટેડી બિયરનો ઈતિહાસ જાણીએ.
ADVERTISEMENT
ટેડી ડે ક્યારે મનાવવામાં આવે છે?
ADVERTISEMENT
વર્ષના સૌથી રોમેન્ટીક અઠવાડિયાની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. જેમાં ચોથા દિવસે ટેડી ડે મનાવવામાં આવે છે. એટલે કે 10 ફેબ્રુઆરીને લોકો ટેડી ડે દિવસ તરીકે ઉજવે છે. આ અઠવાડિયે દંપત્તિ પોતાના પાર્ટનરને સોફ્ટ રમકડાં આપીને પોતાના પ્રેમનો એકરાર કરે છે.
ટેડી બિયરનો ઈતિહાસ
14 નવેમ્બર 1902માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ મિસિસિપીના એક જંગલમાં શિકાર કરવા માટે ગયા હતા. તેમની સાથે સહાયક હોલ્ટ કોલીર પણ હતો. અહીં કોલીરે કાળા રંગના એક ઘાયલ રીંછને પકડી લીધો અને વૃક્ષ સાથે બાંધી દીધો. ત્યારબાદ સહાયકે રાષ્ટ્રપતિ પાસે રીંછને ગોળી મારવાની મંજૂરી માગી. પરંતુ રીંછને ઘાયલ અવસ્થામાં જોઈને રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું હ્રદય પિગળી ગયુ અને પ્રાણીની હત્યા કરવાની ના પાડી દીધી. 16 નવેમ્બરે ધ વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં આ ઘટના પર આધારિત એક તસ્વીર છપાઈ હતી. જેને કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને બનાવ્યું હતુ.
વધુ વાંચો: રાત્રે સલાડ ખાતા હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન નાખતા, આરોગ્ય માટે હાનિકારક
કેમ પડ્યુ ટેડી નામ?
અખબારમાં છપાયેલી તસ્વીરને જોઈને વેપારી મૉરિસ મિચટૉમે વિચાર્યુ કે એક રમકડું રીંછના બાળકના આકારનું બનાવવામાં આવે. તેમણે પોતાની પત્ની રોજની સાથે મળીને તેને ડિઝાઈન કર્યુ. રમકડાનું નામ ટેડી રાખવામાં આવ્યું. ટેડી નામ રાખવા પાછળનું કારણ એવુ હતુ કે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું નિકનેમ ટેડી હતુ, આ રમકડુ રાષ્ટ્રપતિને સમર્પિત હતુ. તેથી તેના નામન ઉપયોગ કરવાની પરવાનગી લઇને તેને વેપારી દંપત્તિમાં લોન્ચ કરાયુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.