બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ માટે ખુશખબર, શહેરમાં ફરીથી ધમધમતું થશે આ ફેમસ ખાણીપીણી માર્કેટ
Last Updated: 10:17 AM, 18 January 2025
અમદાવાદની ઓળખ એટલે ખાણીપીણી બજાર, અમદાવાદીઓ ખાવા ના રસિયા છે ત્યારે વર્ષો જૂની લો ગાર્ડન ખાતે ચાલતી ખાઉં ગલી ફરી શરૂ થશે. થોડા વર્ષો પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8.50 કરોડ ના ખર્ચે લો ગાર્ડન ખાઉં ગલી ને હેરિટેજ લુક આપી નવી બનાવમાં આવી અને તેનું નામ હેપી સ્ટ્રીટ રાખવામાં આવ્યું. પરંતુ અહી નવીનીકરણ બાદ ધંધાદારીઓ માટે આ હેપ્પી સ્ટ્રીટ અન હેપ્પી સ્ટ્રીટ બની ગઈ. અહી નું ભાડું રૂ 90 હજાર રાખવામાં આવ્યું. પહેલા શરૂઆત માં 3 મહિના તો ચાલી પરંતુ ભાડા પોસાય નહિ અને ખાણીપીણી બજાર માટે જાણીતું માર્કેટ બંધ થઈ ગયું. આજે ફરી આ હેપ્પી સ્ટ્રીટ ને શરૂ કરવા માટે કવાયત થઈ રહી છે ત્યારે જૂના ધંધાદારીઓ તેમને જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
રૂ 25 હજાર ટોકન
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું હેપ્પી સ્ટ્રીટ શરૂ થઈ ત્યારે એક સ્ટોલ માટે ભાડું રૂ 90 હજાર રાખવામાં આવ્યું હતું. કુલ 64 સ્ટોલ લાગી શકે તેવી સ્ટ્રીટમાં હાલ 36 ખાણીપીણી વાળા ને હવે સ્ટોલ રાખવામાં માટે પરવાનો આપવામાં આવશે જેનું ભાડું રૂ 25 હજાર ટોકન પેટે લેવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડતા હવે બંધ થયેલ હેપ્પી સ્ટ્રીટ ને ફરી શરૂ કરવા મહાનગરપાલિકા કામે લાગ્યું છે. ભાડા ઓછા તો નક્કી કરાયા છે પરંતુ હવે બંધ જાહેરાત બાદ હવે હેપ્પી સ્ટ્રીટ ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.