happy new year 2020 will be good for these zodiac sign according to horoscope
વાર્ષિક રાશિ ભવિષ્ય /
2020માં દરેક રાશિના જાતકોએ કરી લેવા આ ઉપાય, આખું વર્ષ નહીં રહે ધનની ખોટ
Team VTV12:01 PM, 31 Dec 19
| Updated: 12:14 PM, 31 Dec 19
વર્ષ 2020નું વર્ષ અનેક રાશિના જાતકોને માટે ભાગ્યની ચાવી સાથે લઈને આવી રહ્યું છે. જ્યોતિષીઓની વાત કરીએ તો આવનારું વર્ષ અનેક રાશિને માટે લાભદાયી સિદ્ધ થશે. આ વર્ષે ફક્ત તમારા કામ તો પૂરા થશે અને સાથે જ ધન લાભ પણ થશે. જાણી લો 2020નું વર્ષ કઈ રાશિને માટે કેવું રહેવાનું છે અને સાથે જ કયા ઉપાયો કરવાથી તમને સરળતાથી અઢળક સફળતા પણ મળી શકે છે.
મેષ
મેષ રાશિને માટે કુલ મળીને વર્ષ 2020 સુધી ઉત્તમ રહેશે. આર્થિક અને કારોબારની રીતે ઘણી સફળતા મળશે. વિવાહ અને પરિવારની સમસ્યાઓ પણ ઉકેલાશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે. ખાસ કરીને હાડકાં અને શ્વાસની તકલીફ હોય તો સતર્ક રહેવાની જરૂર છે. આખું વર્ષ સૂર્યની ઉપાસનાથી લાભ રહેશે.
વૃષભ
વૃષભ રાશિને માટે આવનારું વર્ષ મધ્યમ રહેશે. આર્થિક અને સંપત્તિના કેસમાં ઘણી સફળતાઓ મળશે. તમામ રોકાયેલા કામ પણ પૂરા થશે. કરિયરમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ મુશ્કેલીમાં મૂકી શકે છે. આખું વર્ષ શનિદેવની ઉપાસના લાભ અપાવી શકે છે.
મિથુન
મિથુન રાશિને માટે વર્ષની શરૂઆત મધ્યમ રહેશે. મધ્યથી બાબતો ઉત્તમ તરફ રહેશે. આ વર્ષ કેરિયરની રીતે સારું રહેશે. સફળતા પણ મળશે. વાહન અને સંપત્તિના લાભના યોગ બને છે. પરિવાર અને વૈવાહિક જીવનમાં બેદરકારી ન કરો. આખું વર્ષ હનુમાનજીની ઉપાસના લાભદાયી રહેશે.
કર્ક
આ વર્ષ મોટી બાબતોના ઉકેલને માટે સારું રહેશે. કેરિયર અને ધન સંબંધી બાબતોમાં તમને સફળતા મળી શકે છે. સ્થાન પરિવર્તન અને વિદેશ જવાના યોગ છે. આ વર્ષે વિવાહ થવાની સંભાવનાઓ વધી શકે છે. આખું વર્ષ શનિદેવની આરાધનાથી લાભ થશે.
સિંહ
સિંહ રાશિમાં આ વર્ષે આર્થિક અને કેરિયરની સમસ્યાઓ ઉકેલાશે. સંતાન પક્ષે ઘણો સહયોગ મળશે. પરિવારની સાથે તાલમેલ બનાવી શકો છો. હાડકાંની સમસ્યાઓ અને વાગવાથી સાવધ રહેવાની જરૂર છે. ઘરમાં કોઈ નિર્માણ કે સંપત્તિના યોગ છે. આખું વર્ષ સૂર્યદેવ અને ગણેશજીની ઉપાસના કરો તે લાભદાયી રહેશે.
કન્યા
કન્યા રાશિના જાતકોને નોકરી અને રોજગારમાં સફળતા મળશે. દામ્પત્ય જીવન અને વિવાહને લગતી સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. સંતાન પક્ષ અને સંબંધોને લઈને સાવધાની રાખો. બિનજરૂરી વાતો અને સંપત્તિના વિવાદથી દૂર રહો. આખું વર્ષ મા દુર્ગાની ઉપાસના લાભદાયી રહેશે.
તુલા
આ રાશિના જાતકોને માટે વર્ષ મિશ્રફળદાયી રહેશે. લાંબી યાત્રા કરી શકો છો. વિદેશ યાત્રાનો અવસર પણ મળી શકે છે. નાના ભાઈ બહેન સાથે મતભેદ થઈ શકે છે. પોતાના સંબંધોને નવા વર્ષે સારા બનાવો. વાહન કે સંપત્તિમાં રોકાણ કરો. તમારા માટે આ વર્ષ ફળદાયી રહેશે. જવાબદારી વધશે અને સ્વાસ્થ્ય પર પણ અસર થશે. શિવમંત્રનો જાપ સફળતા અપાવશે અને મા દુર્ગાના મંદિરે જવાથી પણ લાભ થશે.
વૃશ્વિક
વર્ષની શરૂઆતમાં નોકરીની સમસ્યા આવી શકે છે. ખોટા નિર્ણય અને અહંકારને તમે મુશ્કેલીમાં મૂકી શકે છે. અડધા વર્ષ બાદ જીવનમાં સુધારો આવી શકે છે. જીવનસાથી કે કોઈ મિત્રનો સહયોગ લાભદાયી રહેશે. આખું વર્ષ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તે તમને ફાયદો આપી શકે છે.
ધન
કેરિયરમાં પરિવર્તન અને મોટી સફળતાઓ મળી શકે છે. સ્થાન અને રહેઠાણમાં પરિવર્તનના મજબૂત યોગ છે. પરિવાર સાથે દૂરી બનાવી રાખો તેવા પણ યોગ છે. વાણી અને ક્રોધના કારણે સમસ્યાઓને આમંત્રિત ન કરો. આખું વર્ષ શનિ દેવની ઉપાસના લાભદાયી છે.
મકર
આ વર્ષે સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. શરીઆતમાં કરિયરમાં થોડો સુધારો આવી શકે છે. થોડા સમય બાદ બદલાવની સાથે સુધારો જોવા મળી શકે છે. આ વર્ષે તમે જીવનચર્યા પર ધ્યાન આપવું જરૂરી છે. આખું વર્ષ શનિમંત્રનો જાપ કરવાનું લાભદાયી રહેશે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે ધનના કિસ્સામાં વર્ષ મધ્યમ રહેશે. સ્થાન પરિવર્તનના મજબૂત યોગ છે. હેલ્થનું, વિશેષ કરીને પેટનું ધ્યાન રાખો અને સાથે આંખોનું પણ ધ્યાન રાખો. વર્ષના મધ્યથી સ્વાસ્થ્યની સમસ્યાઓમાં સુધારો આવી શકે છે. આખું વર્ષ શિવજીની ઉપાસના કરવાનું લાભદાયી રહે છે.
મીન
આ વર્ષમાં કરિયરની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. આ વર્ષની શરૂઆતમાં રોજગારના સારા અવસર પણ તમારી પાસે આવી શકે છે. વ્યવસાય અને ભાગીદારીના કામમાં પણ ધ્યાન આપી શકશો. આખું વર્ષ સૂર્ય દેવને જળ અર્પણ કરો અને એક રુદ્રાક્ષ ધારણ કરો.