ભારતીય ક્રિકેટર હનુમા વિહારીએ સિડની ટેસ્ટમાં રમેલ ધમાકેદાર ઈનિંગની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી અને ફરી એકવાર ઘાયલ હોવા છતાં તેમણે રણજી ટ્રોફીની મેચમાં MPની સામે શાનદાર બેટિંગ કરી સૌને ચોંકાવ્યાં છે.
ભારતીય ક્રિકેટર હનુમા વિહારી થયાં વાયરલ
ઘાયલ હોવા છતાં રમી શાનદાર મેચ
MP સામે 5 ચોગ્ગાં ફટકારી આવ્યાં લાઈમ લાઈટમાં
હનુમા વિહારીએ 2021માં હેમિસ્ટ્રિંગ ઈન્જરી હોવા છતાં સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ બોલરોનાં હોશ ઊડી ગયાં હતાં. એવું જ કંઈક તેમણે ફરી એકવાર કરી બતાવ્યું છે. આંધ્રપ્રદેશનાં કેપ્ટન હાથમાં ફ્રેક્ચર હોવા છતાં રણજી ટ્રોફીનાં ક્વાર્ટર ફાઈનલમાં મધ્યપ્રદેશનાં તેજ બોલરોની સામે શાનદાર બેટિંગ કરતાં નજરે પડ્યાં હતાં. તેમની બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન કાંડામાં ઈજા
મેચ દરમિયાન તેમનાં કાંડામાં ઈજા થઈ હતી. ફ્રેક્ચર્ડ કાંડુ હોવા છતાં ન માત્ર તે મેદાન પર બેટિંગ માટે ઊતર્યાં પરંતુ મધ્યપ્રદેશની ટીમની સામે નીડરતાથી શાનદાર બેટિંગ કરી. તેમણે 57 બોલમાં માત્ર 27 રન બનાવ્યાં પરંતુ તેમના નામે 5 ચોગ્ગાં હતાં. તેમની આ પ્રશંસનિય બેટિંગનાં વખાણ સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે.
યોદ્ધા વિહારી!
બોલિવુડ એક્ટ્રેસ સયામી ખેરે લખ્યું કે યોદ્ધા વિહારી.. ભાંગેલ કાંડુ અને ડાબા હાથે બેટિંગ કરી. સાચો યોદ્ધા છે. હનુમા વિહારીએ ઓસ્ટ્રેલિયામાં અને હવે રણજી ટ્રોફીમાં પણ પોતાનો કમાલ દેખાડ્યો છે. અવિશ્વસનિય!
આંધ્રપ્રદેશની ટીમે મચાવી ધૂમ
મેચમાં આંધ્રપ્રદેશે પહેલી ઈનિંગમાં તમામ 10 વિકેટ ગુમાવીને 379 રનો બનાવ્યાં હતાં. આ દરમિયાન રિકી ભુઈએ 250 બોલોમાં 18 ચોગ્ગાં અને 1 છગ્ગાં બાદ 149 રનો પોતાના નામ કર્યાં હતાં. જ્યારે કરન શિંદેએ 264 બોલમાં 12 ચોગ્ગાં અને 2 છગ્ગાં ફટકારી 110 રનોની ધમાકેદાર મેચ રમી હતી. પરંતુ આ મેચમાં હનુમા લાઈમ લાઈટમાં રહ્યાં છે.
LBW આઉટ થયાં હનુમા
ઈન્દોરનાં હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હનુમા વિહારીને સારાંશ જૈને LBW આઉટ કર્યું. MP માટે અનુભવ અગ્રવાલે સૌથી વધુ 4 વિકેટ ચટકાર્યા હતાં જ્યારે કુમાર કાર્તિકેય અને ગૌરવ યાદવે 2-2 વિકેટો ચટકાર્યાં હતાં. આવેશ ખાન અને સારાંશ જૈનનાં નામે એક-એક વિકટ રહી.