પાટણમાં વિદ્યાર્થિની પર હુમલો કરનારા આરોપીને ગ્રામજનોએ તાલિબાની સજા આપી હોવાનો વીડિયો વહેતો થયો છે.
પાટણમાં વિદ્યાર્થિની પર હુમલાનો મામલો
ગ્રામલોકોએ આરોપીને વૃક્ષ સાથે બાંધી માર્યો માર
આરોપીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગત શુક્રવારે પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામેથી શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિની સાથે તે જ ગામના શખ્સે બીભત્સ માંગણી કરી હતી.જેને લઈને સગીરાએ આરોપીનો વિરોધ કરતા આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો આ પ્રકરણમાં સંડોવાયેલા હેવાનને ગ્રામજનોએ વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તાલિબાની સજા આપી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આરોપીનેને ઝાડ સાથે લટકાવીને માર મારતો વીડિયો વાયરલ
પાટણમાં શાળાએ જતી સગીરા પાસે ઠાકોર લાડજી નામનાં હેવાને બિભત્સ માંગણી કરી હતી. જેના વિરોધ બાદ ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર ઘા ઝીંકી લીધો હતો. આ ઘટનાને લઈને હેબતાઇ ગયેલી સગીરાએ બૂમાબૂમ કરી મુકતા લોકો એકઠા થઇ ગયા હતા.જેથી આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જયા લોકોએ ગંભીર હાલતમાં ઘાયલ વિદ્યાર્થિનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. ત્યારબાદ ઠાકોર લાડજી નામના આરોપીને ગ્રામજનો સજા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપીનેને ઝાડ સાથે ઊંધો લટકાવીને લમધારી નાખ્યો હોય તેવું વીડિયોમાં દ્રશ્યમાન થઇ રહ્યું છે. જોકે VTV વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.