કોલેસ્ટ્રોલ હાઈ થવાથી આમ તો શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થાય છે, પરંતુ શું તમે જાણો છો કે નખ પર પણ તેની અસર થાય છે. જો તમે તમારા નખને જોયા બાદ જાણકારી મેળવી શકો છો કે કોલેસ્ટ્રોલની માત્રા શરીરમાં યોગ્ય છે કે નહીં.
તમને નખમાં દેખાઈ રહ્યાં છે આ પ્રકારના લક્ષણ?
તમારા નખનો રંગ બદલાઈ જાય તો તમારે સાવધાન થવાની જરૂર
તપાસ કરાવશો તો મોટી મુશ્કેલીને આવતા પહેલા દૂર કરી શકશો
એક રિપોર્ટ મુજબ, જો તમારા નખનો રંગ બદલાઇ જાય છે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ કે આ કયા ફેરફાર છે, જેની સમય પ્રમાણે તપાસ કરાવ્યાં બાદ તમે મોટી મુશ્કેલીને આવતા પહેલા દૂર કરી શકો છો.
નખ પીળા થવા
જો તમારા નખ પણ પીળા થઇ ગયા છે તો તમારે થોડું એલર્ટ રહેવુ પડશે. કારણકે આ સાઈન શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ વધારવાનુ છે. ખરેખર તેનાથી જાણકારી મળે છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ રહ્યું નથી. જેને પગલે નખમાં તિરાડ પણ પડે છે અને તેનો વિકાસ પણ અટકી જાય છે.
હાથમાં કળતર મહેસૂસ થવી
આ સિવાય ઘણી વખત તમારા હાથમાં કળતર મહેસૂસ થતી હશે. જો આ વારંવાર અનુભવાય તો એલર્ટ થઇ જાઓ. કારણકે આ પણ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ છે. ખરેખર, મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાથમાં કળતર મહેસૂસ થાય છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કરો આ કામ
સૌથી પહેલા તમારે તમારી લાઈફસ્ટાઈલને બદલવી પડશે અને આ દરમ્યાન ખાવા-પીવામાં લીલા શાકભાજીઓને ફરજીયાત ખાવી પડશે.
વધુમાં વધુ ફળનું સેવન કરો. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.
દરરોજ કસરતની આદત બનાવો. જેનાથી તમારું શરીર ફીટ રહેશે. જેનાથી આ પ્રકારની પરેશાની તમારી પાસે આવતા પહેલા 10 વખત વિચારશે.