ઉઠમણું / લાલચમાં ફસાયેલા લોકોને રોવાનો વારો, વડોદરામાં વર્ષોથી ચાલતી ફાયનાન્સ કંપની રાતો-રાત ગાયબ

Hamro Nidhi finance company Fraud Sayajiganj area Vadodara

એક કહેવત છે કે, જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે. અત્યાર સુધી આવું ખુબ સાંભળ્યું છે. પરંતુ આજે વડોદરામાં તેનું જીવીત ઉદાહણ જોઈ લીધું. એવા લોકોને લાલચ ભારે પડી ગઈ છે જેમણે એજન્ટોના જાસામાં આવીને રૂપિયા રોકી દીધા. કારણ કે કંપની રાતો-રાત લાખો રૂપિયા ચાંઉ કરી ગાયબ થઈ ગઈ છે. કિસ્સો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો છે. જ્યાંથી હેમરો નિધી નામની ફાયનાન્સ કંપનીએ ઉઠામણું કરતા હજારો લોકોને રસ્તા પર લાવીને મુકી દીધા છે. જેમાં એક મહિલા એજન્ટ પણ ફસાઈ છે. જેણે પોતાના પરિવાર સાથે 114 લોકોના અંદાજીત 21 લાખ જેટલા રૂપિયા રોકાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ