પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ હાલમાં રિલીઝ કરેલી નવી પુસ્તક ‘બાય મેની અ હૈપી એક્સિડેન્ટઃ રિકલેક્શંસ ઓફ અ લાઈફ’માં ઘણા રસપ્રદ અને ન સાંભળેલા કિસ્સાઓ વિશે લખ્યું છે.
હોબાળાની વચ્ચે કોઈ ખરડો પસાર નહીં થવા દેવાનો નિર્ણય
જ્યારે મોદીએ કહ્યું તમે મારી મદદ નથી કરી રહ્યા
આ મારા રાજકારણને સૂટ કરે છે- મોદી
હામિદ અંસારીએ જણાવ્યું કે રાજ્યસભામાં સભાપતિ તરીકે તેમણે નક્કી કર્યુ હતું કે કોઈ ખરડો હોબાળાની વચ્ચે પસાર નહીં થવા દે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે દિવસોમાં ઓફિસ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે મોદીએ પુછ્યુ હતું કે હોબાળાની વચ્ચે ખરડો કેમ પસાર નથી કરાવવામાં આવી રહ્યો.
હોબાળાની વચ્ચે કોઈ ખરડો પસાર નહીં થવા દેવાનો નિર્ણય
હામિદ અંસારીએ પુસ્તકમાં કોઈ હોબાળાની વચ્ચે કોઈ ખરડો પસાર નહીં થવા દેવાનો નિર્ણય લીધો હતો આ અંગે તેમણે લખ્યું કે આ નિર્ણયથી યુપીએ અને એનડીએ આનાથી નાખુશ હતા. પરંતુ ભાજપ ગઠબંધનને લાગ્યું કે લોકસભામાં બહુમતને રાજ્યસભામાં પ્રક્રિયાગત વિદ્ધનો પર હાવી થવાનો નૈતિક અધિકાર આપી દીધો છે. મને આ અંગે સત્તાવાર ત્યારે ખબર પડી જ્યારે પીએમ મોદી કોઈ કાર્યક્રમ વગર મારી ઓફિસમાં દાખલ થયા.’
જ્યારે મોદીએ કહ્યું તમે મારી મદદ નથી કરી રહ્યા
હામિદ અંસારીએ લખ્યું કે, ‘હું હૈરાન હતો પરંતુ મે તેમનું સ્વાગત કર્યુ. તેમણે (પીએમ મોદી)એ કહ્યું કે તમારી પાસે મોટી જવાબદારીની અપેક્ષા છે પણ તમે મારી મદદ નથી કરી રહ્યા. મે કહ્યું કે રાજ્યસભામાં અને તેની બહાર મારું કામ સાર્વજનિક છે. તેમણે પુછ્યું હોબાળામાં ખરડો કેમ પાસ નથી કરાવાઈ રહ્યો. મે કહ્યું સદનના નેતા અને તેમના સહયોગી જ્યારે વિપક્ષમાં હતા તો તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો કે કોઈ પણ ખરડાને હોબાળામાં પસાર ન કરાવવામાં આવે અને મંજૂરી માટે સામાન્ય કાર્યવાહી ચાલશે.
આ મારા રાજકારણને સૂટ કરે છે
2007માં મોદી સાથેની એક મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યુ કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક સામાન્ય રાજકીય કાર્યક્રમમાં તેમની સાથે મુલાકાત થઈ હતી. મે તેમને ગોધરા બાદ થયેલી હિંસા અંગે પૂછ્યું કે આવું કેમ થવા દેવામાં આવ્યું? તેમણે (પીએમ મોદી) કહ્યું કે લોકો તેના એક પાસાને જોઈ રહ્યા છે. સારા કામો તરફ ધ્યાન નથી. ખાસ કરીને મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે તેમણે ઘણું કામ કર્યુ છે. મે કહ્યું તેનું વિવરણ આપો તો પ્રચાર કરીએ. તેના પર તેમણે કહ્યું કે આ મારા રાજકારણને સૂટ નથી કરતું.