બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પની ડેડલાઈન બાદ હમાસે આપી તમામ બંધકોને મારી નાખવાની ધમકી, કહ્યું- ભૂલનું પુનરાવર્તન ન કરતા

ઇઝરાયલ-હમાસ કટોકટી / ટ્રમ્પની ડેડલાઈન બાદ હમાસે આપી તમામ બંધકોને મારી નાખવાની ધમકી, કહ્યું- ભૂલનું પુનરાવર્તન ન કરતા

Last Updated: 09:14 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસે ઇઝરાયલને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તે બંધકોને બચાવવાનો પ્રયત્ન કરશે તો તે તમામ બંધકોને મારી નાખશે. હમાસની આ પ્રતિક્રિયા ટ્રમ્પના અલ્ટીમેટમ બાદ આવી છે.

હમાસે ઇઝરાયલને ખુલ્લેઆમ ધમકી આપી છે કે તે તેની અગાઉની ભૂલનું પુનરાવર્તન ન કરે. જો ઇઝરાયલ પહેલાની જેમ બંધકોને બચાવવાનો પ્રયાસ કરશે, તો તે તમામ બંધકોને મારી નાખશે. આ પહેલા જૂનમાં ઇઝરાયલે ગાઝાના નુસીરાત કેમ્પમાંથી બંધકોને મુક્ત કરાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. હમાસે જૂથની અંદર એક નિવેદન જારી કર્યું છે કે જૂથના સભ્યો હવે બંધકો સાથે વધુ કડકાઈ રાખે અને ઇઝરાયલના હસ્તક્ષેપના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરે.

ઇઝરાયલ બંધકોને મુક્ત કરવાની કરી રહ્યું છે તૈયારી

અહેવાલ મુજબ, હમાસે કહ્યું કે તેની પાસે એવી માહિતી છે કે ઇઝરાયલ બંધકોને છોડાવવા માટે જૂનમાં ગાઝાના નુસિરાત કેમ્પમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનની જેમ ફરીથી પ્રયાસ કરવા માંગે છે. તેથી, જો આવા પ્રયાસ થાય છે તો બંધકોને તરત જ મારી નાખવામાં આવશે.

PROMOTIONAL 12

બંધકોનું જીવન ઇઝરાયલની જવાબદારી

હમાસે 22 નવેમ્બરે પોતાના જૂથમાં આ નિવેદન જાહેર કર્યું હતું. આમાં હમાસે તેના કાર્યકર્તાઓને કહ્યું કે તે એના પર વિચાર ન કરે કે આ સૂચનાઓનું પાલન કરવાના શું પરિણામો આવી શકે છે. બંધકો બચશે કે નહીં તેની જવાબદારી ઇઝરાયલની છે. જો ઇઝરાયલ બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરશે, તો તેમને તરત જ મારી નાખવામાં આવશે. આ નિવેદન જૂથની લશ્કરી પાંખ, ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડના ગુપ્તચર એકમ દ્વારા તેના જૂથોને પ્રસારિત કરવામાં આવ્યું હતું. જો કે, આ નિવેદનમાં એ નથી જણાવવામાં આવ્યું કે ઇઝરાયલની કાર્યવાહી ક્યારે થવાની ધારણા છે.

આ પણ વાંચો: ત્રણ મહિનામાં જ પડી ગઈ બાર્નિયરની લઘુમતી સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

ટ્રમ્પે આપ્યું હતું અલ્ટીમેટમ

તાજેતરમાં, ટ્રમ્પે હમાસને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તે તેના શપથ ગ્રહણ દિવસ એટલે કે 20 જાન્યુઆરી પહેલા તમામ બંધકોને મુક્ત નહીં કરે તો તે હમાસને ખતમ કરી દેશે. હમાસે લગભગ 250 ઇઝરાયલ-અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી લગભગ અડધા જીવિત છે. જણાવી દઈએ કે 9 જૂનના રોજ ઇઝરાયલે નુસિરાત રેસ્ક્યુ ઓપરેશનમાં 4 બંધકોને મુક્ત કરાવ્યા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે 200 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેનાથી તે યુદ્ધના સૌથી લોહિયાળ ઇઝરાયલી હુમલાઓમાંથી એક બની ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Hamas Crisis Hamas threatens Israel Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ