બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / નો વેક્સિન, નો રજિસ્ટ્રેશન..., ગંભીર બીમારીએ વધાર્યું આ દેશનું ટેન્શન, બનાવ્યા કડક નિયમો
Last Updated: 02:19 PM, 25 March 2025
સાઉદી અરેબિયા સરકારે આ વર્ષની હજ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. સાઉદીના હજ અને ઉમરાહ મંત્રાલયે હજ યાત્રાળુઓ માટે મેનિન્જાઇટિસની રસી ફરજિયાત કરી દીધી છે. હજ પેકેજ અને રજીસ્ટ્રેશન માટે હવે મેનિન્જાઇટિસ વેક્સિનેશન સર્ટીફીકેટ ફરજિયાત રહેશે. આ વિના, હજ પર જવાની પરવાનગી મળશે નહીં. આ નિયમ વિદેશથી આવતા હજ યાત્રાળુઓની સાથે-સાથે સાઉદી અરેબિયાના નાગરિકો પર પણ લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ લાખો હજ યાત્રાળુઓને આ બીમારીના ફેલાવાથી બચાવવાનો છે.
ADVERTISEMENT
હજ અને ઉમરાહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 2025 માં હજ માટે આવનારા તમામ લોકોને મેનિન્જાઇટિસની રસી લગાવવી જરૂરી છે. હજ દરમિયાન ભીડમાં ચેપી રોગોનો ફેલાવો અટકાવવો એ એક મોટો પડકાર હોવાથી રસીકરણ વિના હજની મંજૂરી આપવામાં આવશે નહીં. આને ધ્યાનમાં રાખીને, હજમાં ભાગ લેવા માટે રસીકરણ કરાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આનાથી જીવલેણ રોગ સામે સંપૂર્ણ રક્ષણ મળશે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે હજ પેકેજ માટે રજીસ્ટ્રેશન પણ ત્યારે જ થશે કે જયારે રસીકરણનો પુરાવો બતાવવામાં આવશે.
ADVERTISEMENT
ભીડને કારણે ન લઈ શકાય જોખમ
મંત્રાલયે કહ્યું છે કે દુનિયાભરમાંથી લાખો લોકો હજ માટે આવે છે. એક જગ્યાએ ઘણા બધા લોકો ભેગા થયા હોવાથી બીમારી ફેલાવાનું જોખમ વધી છે. એવામાં કોઈપણ ચેપી રોગ અંગે જોખમ લઈ શકાય નહીં. આ વાતને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે આ પગલું ભર્યું છે. સાઉદી સરકારે એમ પણ કહ્યું છે કે તે હજ યાત્રાળુઓને અન્ય આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડશે.
આ પણ વાંચો: 'PoKને ખાલી...', UNSCમાં પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી, જુઓ શું કહ્યું
શું છે મેનિન્જાઇટિસ
મેનિન્જાઇટિસ એક એવો રોગ છે જે મગજ અને કરોડરજ્જુને અસર કરે છે. મગજ અને કરોડરજ્જુને ઢાંકતા ત્રણ-સ્તરીય પટલને મેનિન્જીસ કહેવાય છે, જે તેમને ઈજાથી બચાવવા અને ટેકો આપવાનું કામ કરે છે. મેનિન્જાઇટિસ એ મગજ અને કરોડરજ્જુને આવરી લેતી પટલ (મેનિન્જીસ) નો ચેપ અથવા સોજો છે, જે તાવ, માથાનો દુખાવો અને ગરદન અકડાઈ જવી, જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આ ચેપ બેક્ટેરિયા, વાયરસથી થઈ શકે છે અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ રોગ જીવલેણ પણ બની શકે છે. એવામાં આ રોગથી બચવા માટે રસીકરણ એ શ્રેષ્ઠ રસ્તો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.