બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / ઉનાળામાં વાળ ખરવાની સમસ્યા વધી શકે, અપનાવો આ ચાર ટિપ્સ મજબૂત થશે તમારા વાળ
Last Updated: 04:01 PM, 29 May 2024
લાંબા અને કાળ વાળ કોને ન ગમે. પરંતુ તાપ અને પ્રદૂષણના કારણે વાળ પર ખરાબ અસર પડે છે. જેનાથી તેના મૂળ કમજોર થઈ જાય છે. એક્સપર્ટ્સ કહે છે કે આપણી ડાયેટમાં પોષક તત્વોની કમી અને સ્ટ્રેસના કારણે પણ આવું થાય છે. મોટાભાગના લોકો માર્કેટમાં મળતા મોંઘા મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જે વાળ માટે નુકસાનકારક હોઈ શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ્સ અનુસાર વાળને મજબૂત અને હેલ્ધી બનાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. બસ પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવો પડે છે. અહીં અમે તમને અમુક એવી જ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરીને તમે વાળને મજબૂત બનાવી શકો છો.
ADVERTISEMENT
પોષક તત્વ
એક્સપર્ટ્સ અનુસાર વાળને મજબૂત બનાવવા માટે આયર્ન, ઝીંક, વિટામિન અને પ્રોટીને પોતાની ડાયેટમાં શામેલ કરો. શરીરમાં જો આ પોષક તત્વોની કમી હોય છે તો પણ હેરફોલની મુશ્કેલી થઈ શકે છે. એવામાં તમે ડાયેટમાં દાડમ, પંપકિન સીડ્સ, સફેદ છોલે, દાળ અને બદામને શામેલ કરો. તેનાથી ફાયદો થશે.
ઓયલિંગ
વાળના મૂળ મજબૂત થાય તેના માટે નિયમિત રીતે ઓયલિંગ અને મસાજ કરવાથી ફાયદો જરૂર મળશે. યોગ્ય રીતે ઓયલિંગ ન કરવાથી વાળ કમજોર થઈ શકે છે. તેના ઉપરાંત હેરફોલની પણ સમસ્યા થઈ શકે છે. એવામાં વાળમાં ઓયલિંગથી બ્લડ સર્કિલેશનને વધારે સારૂ કરવામાં મદદ મળે છે.
કરો પ્રાણાયામ
તમને જાણીને નવાઈ લાગશે કે વાળના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ પણ ખૂબ જ ફાયદાકારક છે. વાળના ગ્રોથને વધારવાની સાથે હેરફોલ પણ બંધ થઈ જાય છે. પ્રાણાયામ સ્ટ્રેસને ઓછુ કરવાની સાથે સાથે હેર હેલ્થમાં પણ સુધાર કરે છે. તેનાથી બ્લડ સર્કુલેશન પણ સારૂ રહે છે.
વધુ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે કામના સમાચાર, 4 બેંકે નિયમોમાં કર્યા ફેરફાર
સાફ-સફાઈ
વાળની સમસ્યાથી બચવા માટે સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. વાળને અઠવાડિયામાં 2 વખત કેમિકલ ફ્રી શેમ્પુથી સારી રીતે સાફ કરો. હેરફોલની સમસ્યાથી બચવા માટે ક્યારેય પણ ભીના વાળમાં કાસકો ન ફેરવો. તેનાથી તમે હેરફોલની સમસ્યાથી બચી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.