બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સતત હાઈ હિલ પહેરતી છોકરીઓ ચેતે! પગને આવી રીતે કરે છે નુકસાન
Last Updated: 02:42 PM, 10 January 2025
અભિનેત્રીને જોઇને છોકરીઓ હાઇ હીલ પહેરવાનું પસંદ કરતા હોય છે. જેથી આજકાલ તો હાઈ હીલના શૂઝ કે સેન્ડલ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે તમને જાણીને નવાઈ જ લાગશે કે છોકરીઓ નહીં છોકરા પણ હાઈ હીલના શૂઝ પહેરવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડનું કારણ શું છે, કેમ લોકો પસંદ કરે છે હાઇ હીલ પહેરવાનું ? તો અમે તમને આ સવાલના જવાબ આપીશું
ADVERTISEMENT
હાઇ હીલ પહેરવાના અનેક કારણ હોઇ શકે છે, જેમ કે અન્ય જૂતાની સરખામણીમાં હાઈ હીલના શૂઝ એકદમ આકર્ષક હોય છે. બીજી બાજુ, તેઓ અન્ય જૂતા કરતાં ડિઝાઇનમાં થોડા અલગ લાગે છે. ખાસ કરીને જે લોકોનું હાઇટ નાની છે તેઓ હાઈ હીલના શૂઝ પહેરવાનું પસંદ કરે છે જેથી તેમની હાઈટ થોડી વધારે દેખાય. પરંતુ હાઈ હીલ શૂઝ નુકસાન પણ પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
હાઇ હીલ શૂઝ તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે ટાઈટ અને હાઈ હીલ શૂઝ પહેરવાને કારણે એડીના દુખાવો થઇ શકે છે. સાથે એક રિપોર્ટ અનુસાર આના પીડિત દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમે તમને કેટલાક એવા કારણો જણાવી રહ્યા છીએ જેના કારણે ટાઈટ અને હાઈ હીલ શૂઝ પહેરવાથી એડીના હાડકાના દુખાવાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ડોક્ટરોનું કહેવું છે કે ટાઈટ શૂઝ પહેરવાથી પગની ચેતા પર દબાણ વધી જાય છે. જેના કારણે એડીના હાડકામાં દુખાવો થવા લાગે છે. સૌથી મોટી વાત એ છે કે ઊંચા શૂઝમાં તમારા પગ સપાટ નથી રહેતા. તમારો પગ ખેંચાવા લાગે છે. જો આ સમસ્યા વધી જાય છે તો તમારા પગનું હાડકું વાળવા લાગે છે. ત્યારે આ દર્દ તમારો આજીવન સાથી બની જાય છે.
આ પણ વાંચો : રિલાયન્સે Jioએ 5.5G સેવા લૉન્ચ કર્યું, 5Gથી અલગ હશે અનુભવ, જાણો ફાયદા
હવે નવી પેઢીમાં કેટલાક લોકો હાઈ હીલના શૂઝ પહેરે છે જેથી કરીને તેઓ તેમની ટૂંકી ઊંચાઈને થોડી લાંબી કરી શકે. શૂઝની મદદથી તે થોડો ઉંચો દેખાય છે. બીજી બાજુ, લોકો તેમના મિત્રોના જૂથમાં પોતાને વધુ આકર્ષક બનાવવા માટે ઊંચા અને ચુસ્ત જૂતા પણ પહેરે છે. લગ્ન હોય કે બર્થ-ડે પાર્ટી હોય કે પછી કોલેજ જતો યુવક. આ બધાને હવે હાઈ ટાઈટ શૂઝ પહેરવાનો શોખ થઈ ગયો છે. પરંતુ આ સમસ્યા જો વધારે થવા લાગે તો તાત્કાલિક ડોક્ટર સાથે સંપર્ક કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.