બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / શું તમને પણ રાત્રે તેલ લગાવીને સૂવાની છે આદત? તો ચેતી જજો, થઇ શકો છો ઇન્ફેક્શનના શિકાર!

હેલ્થ ટિપ્સ / શું તમને પણ રાત્રે તેલ લગાવીને સૂવાની છે આદત? તો ચેતી જજો, થઇ શકો છો ઇન્ફેક્શનના શિકાર!

Last Updated: 03:40 PM, 16 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથાનો દુખાવો હોય કે રેટ ઊંઘન આવતી હોય તો આપણે પણ ઘણીવાર રાતે માથામાં તેલની માલિશ કરી છીએ. અથવા તો વાળને પોષણ મળે એ માટે ઘણા લોકો આખી રાત વાળમાં તેલ લગાવીને સૂતા હોય છે. આનાથી તમને નુકસાન થઈ શકે છે.

કાળા લાંબા વાળ ક્યારેય આઉટ ઓફ ફેશન જતાં નથી. જેમ તે ઑકેશન હોય લાંબા વાળ હંમેશા તમારી પર્સનલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. દાદી-નાની પણ રાતે વાળમાં તેલ લગાવવાની સલાહ આપે છે તો ચાલો જાણીએ સ્કીન એક્સપર્ટ આ વિશે શું કહે છે?

રાતે તેલ લગાવીને સૂવું નુકસાનકારક

ઘણા ત્વચા નિષ્ણાતો રાત્રે વાળમાં તેલ લગાવવાની આદતને અત્યંત નુકસાનકારક માને છે. તેલ વાળને કન્ડિશન કરે છે અને તેને ચમક આપે છે, તેથી વાળમાં તેલ લગાવવું મહત્વપૂર્ણ છે. પરંતુ તેલ લગાવવાનો પણ યોગ્ય સમય છે. જો તમે રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ લગાવો છો તો આજથી જ આ આદતને બદલી નાખો. રાત્રે સૂતા પહેલા વાળમાં તેલ ક્યારેય ન લગાવવું જોઈએ. તેનાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે, વાળ ચીકણા થઈ જાય છે, જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા ઝડપથી વધી શકે છે. જ્યારે તમે તમારા વાળમાં આખી રાત તેલ લગાવો છો તો તમારા માથાના છિદ્રો ભરાઈ જાય છે. અને વાળની ​​અંદર વધુ પડતી ગંદકી જામી જાય છે. આ સિવાય જો તમારા વાળ ખરતા હોય તો આખી રાત તેલ લગાવી રાખવાથી સમસ્યા વધી શકે છે.

વાળમાં તેલ ક્યારે લગાવવું જોઈએ?

વાળમાં તેલ લગાવવું એ વાળની ​​સંભાળની એક મહત્વપૂર્ણ દિનચર્યા છે, પરંતુ તેલ લગાવવાનો યોગ્ય સમય જાણવો જરૂરી છે. શેમ્પૂ કરવાના 1 કે 2 કલાક પહેલા વાળમાં તેલ લગાવો. તેલને વાળમાં સમાઈ જવા માટે 6-7 કલાક નહીં, પરંતુ માત્ર એક કલાક પૂરતો છે. તેથી વાળ ધોવાના 1-2 કલાક પહેલા તેલ લગાવો.

વધુ વાંચો: સેલરી 50 હજાર, છતાંય દર મહીને કરવી છે રૂ. 50000ની બચત, તો અપનાવો આ ફોર્મ્યુલા

વાળમાં તેલ લગાવવાની સાચી રીત

જો તમે ઇચ્છો છો કે તમારા વાળને તેલથી સંપૂર્ણ પોષણ મળે, તો હંમેશા તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવો. કારણ કે તે ઝડપથી શોષી લે છે. તમારા વાળને નાના-નાના ભાગોમાં વહેંચો અને મૂળ સુધી તેલની સારી રીતે માલિશ કરો. તમારા હાથમાં તેલ લો અને તેને માથાની ચામડી પર 2-3 વખત લગાવો. પછી, વાળની પાંથી પાડીને તેલ લગાવશો તો વાળ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Hair Oiling Hair Problem Hair Oiling Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ