બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / H3N2 cases raised in children, doctors suggested to take more precautions againts covid19

ચિંતાજનક / આ ઉંમરના બાળકોમાં H3N2 વાયરસનો ખતરો વધારે: ડૉક્ટર્સે કહ્યું આટલું કામ કરો તો મળશે રક્ષણ

Vaidehi

Last Updated: 04:50 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્ટરો કહે છે કે ઓછી ઉંમરનાં બાળકોમાં H3N2 વાયરસનાં મામલા વધારે જોવા મળે છે. ગંભીરરૂપે સંક્રમિત બાળકોને ICUમાં પણ દાખલ કરવા પડે છે.

  • ઓછી ઉંમરનાં બાળકો માટે H3N2 ખતરનાક
  • ડોક્ટર્સ અનુસાર 5 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને જોખમ
  • બાળકો માટે વાયરસ બની શકે છે જીવલેણ

સમગ્ર દુનિયામાં H3N2નાં કેસો વધી રહ્યાં છે. ત્યારે ડોક્ટરર્સે કહ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. ચિંતાની વાત તો એ છે કે આ સંક્રમણમાં દવાની પણ વધારે અસર જોવા મળતી નથી. જે બાળકોને પહેલાથી જ કોઈ બીમારી છે, તેમના માટે સંક્રમણ વધારે જોખમી બને છે. ડોક્ટરોનું કહેવું છે કે સાફ-સફાઈ અને વેક્સિનેશનની મદદથી બાળકોને વાયરસથી બચાવી શકાય છે.

બાળકોમાં જોવા મળે છે ફ્લૂનાં વિશિષ્ટ લક્ષણો
ગોદરેજ મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈમાં MBBS MD, સીનિયર કંસલ્ટેંટ-પીડિયાટ્રિક્સ ડો. પંકજ દત્તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ' બાળકો માટે H3N2ની અસર ઘણી ગંભીર હોઈ શકે છે. ફ્લૂનાં વિશિષ્ટ લક્ષણો જેવા કે તાવ, ઉધરસ અને ગળામાં ખરાશ, બાળકોને ઉલ્ટી, શરીરમાં પાણીનો ઘટાડો, સુસ્તીનો અનુભવ થઈ શકે છે.' ડોક્ટરો સલાહ આપી રહ્યાં છે કે આ સંક્રમણમાં એન્ટિબાયોટિક દવાઓનાં અનાવશ્ક ઉપયોગથી બચવું જોઈએ. 

બાળકોનું થઈ શકે છે મોત
ડોક્ટર કહે છે કે 'તેને રિકવરીમાં થોડો વધારે સમય લાગે છે. તેનું સંક્રમણ થયા બાદ બાળકોમાં નિમોનિયા કે શ્વાસની અન્ય બીમારીઓનો ભય વધી શકે છે. તેથી જ હોસ્પિટલમાં દાખલ થતાં અથવા ગંભીર કેસ ધરાવતા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.' મેક્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, શાલીમાર બાગમાં બાળ રોગ વિભાગનાં અધ્યક્ષ ડો. પરવિંદર સિંહ નારંગ કહે છે કે સ્વચ્છતા અને વેક્સિનેશનની મદદથી બાળકોને આ સંક્રમણથી બચાવી શકાશે.

વાયરસનાં સંક્રમણની ગંભીર અસર
તેમણે જણાવ્યું કે 'સામાન્યરીતે તો બાળકો સ્વસ્થ થઈ જાય છે પરંતુ જો તેમનામાં સંક્રમણ હોય છે તો તે અન્યોમાં વાયરસ ફેલાવનાર એક સ્ત્રોત બની જાય છે. જે બાળકોને પહેલાથી જ કોઈ બીમારી છે જેમ કે નિમોનિયા, હદય રોગ કે શારીરિક રૂપે અસક્ષમતા...તેમનામાં વાયરસનું સંક્રમણ ગંભીર હોઈ શકે છે. '

બચાવ માટે શું કરવું?
ડોક્ટર કહે છે કે એન્ટિબાયોટિક દવાઓ લેવાની આવશ્યકતા નથી કારણકે ફ્લૂ એક વાયરલ બીમારી છે જે પોતે જ બરાબર થઈ જાય છે. તેઓ જણાવે છે કે બાળકોને આ વાયરસથી બચાવવા માટે સ્વચ્છતા અને વેક્સિનેશન કરાવવું જરૂરી છે. ડો. પંકજ કહે છે કે માતા-પિતાને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમના બાળકોમાં ફ્લૂનાં લક્ષણો બગડી તો નથી રહ્યાં. ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અનુસાર 5 વર્ષથી ઓછી ઉંમરનાં તમામ બાળકો માટે ફ્લૂથી બચાવ માટે વેક્સિન લેવી જરૂરી છે. 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીનાં બાળકોમાં વેક્સિનેશન કરાવવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Children H3N2 Virus doctors નાનાં બાળકો વાયરસ H3N2 in children
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ