બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:02 PM, 16 July 2024
H TAT મુખ્ય શિક્ષકોના આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાયું, ટુક સમયમાં બદલીના નિયમો જાહેર કરવાની સરકારે આપી છે ખાતરી
ADVERTISEMENT
H TAT મુખ્ય શિક્ષકોનું આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાયું છે..મુખ્ય શિક્ષકના પ્રતિનિધિ મંડળની રાજ્ય સરકાર સાથેની મુલાકાત બાદ ઉપવાસ આંદોલન સમેટી લેવાયું છે..ટુંક સમયમાં બદલીના નિયમો જાહેર કરવાની સરકારે ખાતરી આપી છે..સરકારની ખાતરી બાદ મુખ્ય શિક્ષકોએ આંદોલન પાછું ખેંચ્યું છે.
મહત્વપૂર્ણ છે કે ગઇકાલે શિક્ષણમંત્રી કૂબેરભાઇ ડિંડોરે ટવીટ કરીને મુખ્ય શિક્ષકોને જણાવ્યું હતું કે સરકાર આગામી ટુંક સમયમાં જ બદલીના નિયમો જાહેર કરશે તો શિક્ષકોને આમરણાંત ઉપવાસ ન કરવા અપીલ છે.
ADVERTISEMENT
સરકારની આ ખાતરી બાદથી જ મોટેભાગે એવું સ્પષ્ટ થઇ ગયું હતું કે શિક્ષકોને હવે ખાતરી મળી ચૂકી હોવાથી શિક્ષકો સરકારની ખાતરી પર વિશ્વાસ કરી આંદોલન સમેટી લેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.